કોરોનાના દર્દીઓનો આંક 10 કરોડની નજીક, બ્રિટનમા એક લાખ લોકોમાં સૌથી વધુ 142 લોકોના મૃત્યુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-24 13:05:00
  • Views : 389
  • Modified Date : 2021-01-24 13:05:00

    દુનિયામાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 9.93 કરોડ થઈ ગઈ છે. આજે આ આંકડો 10 કરોડ પર પહોંચી શકે છે. આમાંથી સાત કરોડથી વધુ દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. એશિયન દેશોમાં જ્યાં, કોરોનાના કેસોમાં ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે ત્યાં, યુરોપ અને અમેરિકાને હજી રાહત મળી નથી. વિશ્વના સૌથી વધુ મૃત્યુ દરવાળા પાંચ દેશમાં અમેરિકા સિવાય ચાર દેશ યુરોપના છે.એક લાખ લોકોમાં કોરોનાથી મૃત્યુ બાબતે બ્રિટન સૌથી આગળ છે. તે પછી ચેક રિપબ્લિક, ઇટલી, અમેરિકા અને સ્પેન આવે છે. આ યાદીમાં ભારત 19માં ક્રમે છે. અહીં એક લાખની વસ્તીમાં 11 જ મૃત્યુ થયા છે. બ્રિટનમાં છેલ્લા સાત દિવસથી દરરોજ 1000થી વધુ મૃત્યુ થઇ રહ્યા છે. એક જ દિવસમાં સૌથી વધુ 1820 લોકોનાં મૃત્યુ ગત બુધવારે નોંધાયા છે.



    જોન હોપકિંસ યુનિવર્સિટીના અનુસાર, મહામારી શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં UKમાં કુલ 96,166 લોકોનાં મૃત્યુ થયાં છે. હેરાન કરનારી બાબત એ છે કે અમેરિકા અને બ્રિટન સહિત મોટાભાગના યુરોપના દેશોમાં વેક્સિનેશન શરૂ થઇ ચૂક્યું છે. હવે દુનિયામાં અત્યાર સુધીમાં 21 લાખ 30 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે.

કોરોનાથી અસરગ્રસ્ત ટોપ-10 દેશોની પરિસ્થિતી

દેશ

કેસ

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

25,566,789

427,635

15,330,949

ભારત

10,655,435

153,376

10,316,096

બ્રાઝિલ

8,816,254

216,475

7,628,438

રશિયા

3,698,273

68,971

3,109,315

યૂકે

3,617,459

97,329

1,616,307

ફ્રાન્સ

3,035,181

72,877

216,725

સ્પેન

2,603,472

55,441

ઉપલબ્ધ નહીં

ઈટલી

2,455,185

85,162

1,871,189

તુર્કી

2,424,328

24,933

2,301,861

જર્મની

2,137,689

52,536

1,795,400

(આ આંકડા www.worldometers.info/coronavirus/ મુજબના છે.)

Download Our B K News Today App



Related News