જર્મનીમાં 20 ડિસેમ્બર સુધી લોકડાઉન વધારવામાં આવ્યું, UKમાં 5 મે પછી એક દિવસમાં સૌથી વધુ મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-26 15:19:50
  • Views : 456
  • Modified Date : 2020-11-26 15:22:13

    વિશ્વમાં વધતા કોરોના કહેરની વચ્ચે જર્મનીએ 20 ડિસેમ્બર સુધી આંશિક લોકડાઉન વધારી દીધું છે. જ્યારે સોશિયલ કોન્ટેક્ટને લઈને મૂકવામાં આવેલા પ્રતિબંધોને જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી શકે છે. ફેડરલ સ્ટેટના મિનિસ્ટર-પ્રેસિડેન્ટની સાથેની મીટિંગ પછી વર્ચ્યુઅલ પ્રેસ-કોન્ફરન્સમાં ચાન્સેલર એન્જેલા મર્કેલે આ માહિતી આપી છે.તેમણે કહ્યું હતું કે એ મુદ્દે ચર્ચા થઈ કે જો કોરોનાના નવા કેસમાં ઘટાડો ન આવ્યો તો અમે પ્રતિબંધોને જાન્યુઆરી સુધી લંબાવીશું. જર્મનીમાં હવે કુલ 9.83 લાખ કોરોનાના કેસ પ્રકાશમાં આવી ચૂક્યા છે. જ્યારે લગભગ 15 હજાર લોકોનાં આ કારણે મોત થયાં છે. બીજી તરફ, યુનાઈટેડ કિંગ્ડમ(UK)માં 5 મે પછી એક દિવસમાં સૌથી વધુ 696 લોકોનાં મોત થયાં છે.સુદાનના પૂર્વ વડાપ્રધાન અને નેશનલ ઉમ્મા પાર્ટીના અધ્યક્ષ સાદિક મહદીનું કોરોનાને કારણે બુધવારે મોત થયું. સુદાનના મીડિયા મુજબ, મહદી આ મહિનાની શરૂઆતમાં કોરાના સંક્રમિત થયા હતા. તેમણે સંયુક્ત આરબ અમીરાતમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ 1966-67 અને 1986-1989 સુધી સુદાનના વડાપ્રધાન રહ્યા.વિશ્વમાં અત્યારસુધીમાં 6.07 કરોડથી વધુ લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. એમાંથી 4.20 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 14.26 લાખ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. હવે 1.72 કરોડ દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે, એટલે કે એક્ટિવ કેસ.જ્યારે બ્રિટનમાં કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં 696 મોત નોંધાયાં અને 18 હજાર 213 લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે. એક દિવસમાં સૌથી વધુ મોતની વાત કરવામાં આવે તો 5 મે પછી બુધવારે સૌથી વધુ નોંધાયાં છે. અધિકારિક આંકડોમાં એની માહિતી આપવામાં આવી છે. તાજેતરમાં જ કેટલાક વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી કે ક્રિસમસ પહેલાં પ્રતિબંધોમાં ઢીલ આપવાનું સરકારનું પ્લાનિંગ કોરોનાની આગ પર ઈંધણ છાંટવાનું કામ કરે એવી શક્યતા છે.

    બીજી તરફ, બ્રિટનમાં 22 બિલિયન ડોલર(લગભગ 2 લાખ કરોડ રૂપિયા)નો ટેસ્ટ એડ ટ્રેસ પ્રોગ્રામ નિષ્ફળ થવાના આરે છે. એમાં સરકારે પ્રતિનિધિઓને 1 લાખ 10 હજારો લોકો સુધી પહોંચાડવાના હતા. અધિકારિક ડેટા મુજબ, 10માંથી 4 લોકોએ સેલ્ફ આઈસોલેશનનો ઈન્કાર કર્યો છે. બ્રિટનમાં મહામારીની બીજી લહેર શરૂ થઈ ચૂકી છે. ગાર્જિયનના જણાવ્યા મુજબ, ટેસ્ટ એડ ટ્રેસ પ્રોગ્રામ બ્રિટનના માત્ર 58 ટકા સંક્રમિતો સુધી પહોંચી શક્યો છે.રશિયાને પાછળ છોડીને ફ્રાન્સ કોરોનાના મામલામાં સૌથી વધુ પ્રભાવિત ચોથો દેશ બની ગયો છે. ફ્રાન્સમાં અત્યારસુધીમાં 21.70 લાખ કેસ પ્રકાશમાં આવી ચૂક્યા છે. 50618 લોકોનાં આ મહામારીને કારણે મોત થઈ ચૂક્યાં છે, જ્યારે 1.56 લોકો સંપૂર્ણ રીતે સાજા થઈ ચૂક્યા છે.


Download Our B K News Today App



Related News