બ્રિટન 97 દિવસ પછી અનલોક, પરંતુ ભારતના મોટા ભાગના રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂ અને લોકડાઉન જેવી સ્થિતિ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-14 16:43:43
  • Views : 503
  • Modified Date : 2021-04-14 16:43:43

    બ્રિટનમાં 97 દિવસ પછી ફરી લોકડાઉન હટાવવામાં આવ્યું છે. દુનિયાનું સૌથી લાંબુ અને સખત લોકડાઉન સોમવારે અનલોક થઈ ગયું છે. કોરોના બેકાબુ થતાં અહીં 5 જાન્યુઆરીથી લોકડાઉન આપવામાં આવ્યું હચતું. જોકે ડિસેમ્બરથી જ બ્રિટનમાં ઘણાં પ્રકારના પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા હતા. હવે મહિનાઓ પછી અહીં ફરી જિમ, હેરસલૂન અને રિટેલ સ્ટોર ખુલવાના શરૂ થઈ ગયા છે. પૂર્વ નિર્ધારિત યોજના પ્રમાણે 21 જૂનથી સંપૂર્ણ રીતે લોકડાઉન હટાવી દેવામાં આવશે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, 4 જાન્યુઆરીએ જ્યારે બ્રિટિશ પીએમ બોરિસ જોનસને નવા પ્રતિબંધોની જાહેરાત કરી તો દરેક વાત સ્પષ્ટ થઈ ગઈ. એટલે કે કયુ સેક્ટર ક્યારે બંધ રહેશે ને ક્યારે ખુલશે. તેના કારણે લોકોમાં બહુ પેનિક ના થયું.

    એક બાજુ લોકડાઉન અને બીજી બાજુ ફાસ્ટ વેક્સિનેશન ચલાવીને બ્રિટને કોરોનાની સ્પીડને કંટ્રોલમાં કરી લીધી હતી. જ્યારે યુરોપ ધીમુ વેક્સિનેશન અને લોકડાઉનમાં રાહ જોવાના કારણે કોરોનાની ત્રીજી લહેર સામે લડી રહ્યું છે. જાન્યુઆરીમાં બ્રિટનમાં રોજના 55 હજારથી વધારે નવા કેસ આવતા હતા. હવે નવા દર્દીઓની સંખ્યા 4 હજાર કરતાં નીચે આવી ગઈ છે. તે ઉપરાંત બ્રિટેને તેની 48 ટકા જનતાને કોવિશિલ્ડ વેક્સિન આપી દીધી છે.


Download Our B K News Today App



Related News