હોસ્પિટલે મેડિકલ બુલેટિન જાહેર કર્યુ, હીરાબાની તબિયત સુધારા પર

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-30 15:54:07
  • Views : 443
  • Modified Date : 2022-12-30 15:54:07

વડાપ્રધાન મોદીની માતા હીરાબાની તબિયત નાદુરસ્ત થતાં તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં. હાલમાં તેમની તબિયત સુધારા પર હોવાનું હોસ્પિટલ દ્વારા મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે નવું હેલ્થ બુલેટિન આજે સવારે 10 વાગ્યા સુધીમાં જાહેર કરવામાં આવી શકે છે. આ પહેલા પીએમ મોદી બુધવારે દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યાં હતાં. ત્યાંથી જ તેઓ યુએન મહેતા હોસ્પિટલમાં માતાની ખબર પૂછવા પહોંચ્યા હતાં.

વડાપ્રધાન હોસ્પિટલમાં ડોક્ટરો સાથે હીરાબાની તબિયત અંગે માહિતી મેળવી હતી. આ દરમિયાન પીએમ મોદી ઉપરાંત તેમના ભાઈઓ પંકજભાઈ અને સોમાભાઈ સહિત પરિવારના સભ્યો હોસ્પિટલમાં હાજર હતાં. હીરાબાની તબિયત સુધારા પર છે અને તેમના તમામ રીપોર્ટ્સ નોર્મલ આવ્યાં છે. હવે વડાપ્રધાન મોદી હોસ્પિટલથી દિલ્હી જવા રવાના થયાં છે. તેઓ દોઢેક કલાક સુધી હોસ્પિટલમાં રોકાયા હતાં. તમામ લોકો હીરાબાના સ્વાસ્થ્ય ને લઈને પ્રાર્થના શરૂ કરી દીધી હતી, તો બીજી તરફ અમદાવાદ શહેરના કેટલાક ધારાસભ્ય હીરાબાની ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ આવ્યા હતા.

પીએમ મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત જણાતા તેમને ગઈ કાલે યુ.એન મહેતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. તે પછી  અહીં  એક પછી એક ધારાસભ્યો હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતાં. હાલ અહેવાલો પરથી મળતી માહિતી અનુસાર પીએમ મોદીના માતા હીરાબાની તબિયતમાં સુધારા થયો છે. આજે સવારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ યુ.એન મહેતા હોસ્પિટલ ખાતે પહોચ્યા હતા.

Download Our B K News Today App



Related News