50 લોકોના માથા ઘડથી અલગ કર્યા અને પછી આફ્રિકાના પાલ્મા શહેર પર કબજો કર્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-30 16:09:28
  • Views : 480
  • Modified Date : 2021-03-30 16:09:28

    આફ્રિકાના દેશ માઝામ્બિક્યુના એક શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી સન્નાટો છવાઈ ગયો છે. પાલ્મા નામના આ શહેરથી લોકો રસ્તા, બોટ અથવા ચાલીને પણ ભાગી છૂટવા માટે મજબૂર બન્યા છે. હકીકતમાં લાંબા વિદ્રોહ પછી ISISએ આ શહેર પર કબજો કરી લીધો છે. ISISના આતંકીઓએ આ શહેર પર ગયા બુધવારે હુમલો કર્યો હતો. આ હુમલામાં ડઝનો લોકોના મોત થયા છે.

    નોંધનીય છે કે, વર્ષ 2017થી ઉત્તીર મોઝામ્બિક્યુમાં લોહિયાણ સંઘર્ષ ચાલી રહ્યો છે. આફ્રિકન પ્રશાસને આ વિશે કહ્યું છે કે, આતંકીઓ ઘણાં સુનિયોજિત આયોજન સાથે હુમલો કરવામાં સફળ રહ્યા અને અત્યારે પણ આ શહેરમાંથી હજારો લોકો ગુમ છે. આ હુમલા પછી અહીંથી એક બ્રિટિશ કોન્ટ્રાક્ટર પણ ગુમ છે.રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે, ફિલ જે હોટલના કોમ્પલેક્સમાં રહ્યા હતા તેને ISISએ ઘેરી લીધું હતું અને ત્યાં 50 લોકોના માથા ધડથી અલગ કરી દેવામાં આવ્યા હતા. આ સિવાય આ આતંકીઓએ 17 ગાડીઓમાં ઓપન ફાયર પણ કર્યું હતું. 44 વર્ષના મિલ માવેર વિશે તેમના ભાઈ બિલે કહ્યું હતું કે, હું માત્ર એટલું જ કહી શકું એમ છું કે, મારો ભાઈ પણ એ હોટલમાં હતો જ્યાં ISIS દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

    સિવિલ સોસાયટી એક્ટિવિસ્ટ અદ્રિયાનો નુવુંગાએ એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં જણાવ્યું છે કે, પાલ્માને માઈનિંગનું શહેર પણ કહેવામાં આવે છે. આ શહેરમાં આફ્રિકાનું સૌથી મોટું નેચરલ ગેસ ફિલ્ડ છે. 75 હજાર કરતાં વધારે વસ્તી ધરાવતા આ શહેરની સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે. ઘણાં લોકો એવા છે જે 180 કિમી દૂર મ્યુડામાં પોતાનો જીવ બચાવીને ભાગ્યા છે. તેઓ ઘણાં દિવસો સુધી જંગલના રસ્તે ચાલતા રહ્યા. ઘણાં વૃદ્ધો અને બાળકો તો ચાલતા ચાલતા બેભાન પણ થઈ ગયા હતા.એક સ્થાનિક વ્યક્તિ જે મ્યુડામાં શિફ્ટ થઈ ચૂક્યો છે, તેણે ન્યૂઝ એજન્સી AFP સાથે વાતચીતમાં કહ્યું છે કે, આ આતંકીઓ હુમલાના થોડા દિવસ પહેલાં જ શહેરમાં આવ્યા હતા. તેઓ અમુક સ્થાનિક લોકોને પૈસા ચૂકવીને તેમના ઘરોમાં છુપાયા હતા. ત્યારપછી તેમણે પાલ્માના મુખ્ય રોડ પરથી હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. પોલીસ આ હુમલાને સંભાળવાનો પ્રયત્ન કરે તે પહેલાં જ ઘરમાં છુપાયેલા હુમલાખોરોએ એટેક કરવાનું શરૂ કરી દીધું હતું.

    નોંધનીય છે કે, ઘણાં લોકો એવા પણ હતા જેમને ગેસ પ્રોજેક્ટ સાઈટથી કાઢવામાં આવ્યા અને તેમને બોટની મદદથી સ્થાનિક પાટનગર પેંબા મોકલવામાં આવ્યા હતા. યુએન પ્રવક્તા સ્ટીફન ડુજેરિક આ વિશે વાત કરતાં કહ્યું છે કે, અમે પાલ્માની સ્થિતિ વિશે ખૂબ ચિંતિત છીએ. અહીં 24 માર્ચથી જબરજસ્ત હિંસા શરૂ થઈ ગઈ છે અને આ હિંસા પછી અહીં ઘણાં બધા લોકોના મૃત્યુ થયા છે. અમે સ્થાનિક પ્રશાસન સાથે મળીને આ હિંસાથી પ્રભાવિત લોકોને મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

Download Our B K News Today App



Related News