ઈડીને સુકેશની પત્નીની 26 ગાડીઓ જપ્ત કરવાનો આદેશ આપ્યો

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-21 17:02:34
  • Views : 501
  • Modified Date : 2022-12-21 17:02:34

200 કરોડની છેતરપિંડીના આરોપમાં જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે ફરી એકવાર આમ આદમી પાર્ટી (આપ) પર 60 કરોડ રૂપિયા આપવાનો આરોપ લગાવ્યો છે. સુકેશ મંગળવારે પહેલી વાર બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ સાથે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થયો હતો. જ્યાં કોર્ટે ઈડીને સુકેશની પત્નીની 26 ગાડીઓ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે.

સુકેશ ચંદ્રશેખરના વકીલ અનંત મલિકે જણાવ્યું કે, સુકેશે પૈસાની લેવડ દેવડના જે આરોપો લગાવ્યા છે તેની પણ તપાસ ખુદ હાઇપાવર કમિટીએ કરી છે. સમિતિએ એમ પણ કહ્યું છે કે આક્ષેપો ગંભીર છે અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તેની તપાસ થવી જોઈએ. જ્યારે તપાસ એજન્સીઓ તેમને બોલાવશે ત્યારે તેઓ હાજર થશે.

એમસીડી ચૂંટણી પહેલા સુકેશે દિલ્હીના એલજીને ઘણા પત્રો લખ્યા હતા, જેમાં તેમણે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને કૈલાશ ગહલોત પર ગંભીર આરોપ લગાવ્યા હતા. સુકેશના આરોપો પર એલજીએ દિલ્હીના અગ્ર સચિવ (ગૃહ)ની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરી હતી. સમિતિએ ૧૪ અને ૧૫ નવેમ્બરના રોજ મંડોલી જેલમાં સુકેશની પણ પૂછપરછ કરી હતી.

સુકેશે સમિતિની સામે પુનરોચ્ચાર કર્યો કે જેલની સુરક્ષા અને રાજ્યસભાની બેઠક મેળવવાના બદલામાં આમ આદમી પાર્ટીના નેતાઓને કરોડો રૂપિયા આપશે. કમિટીએ એલજીને તપાસ રિપોર્ટ પણ સોંપી દીધો છે, જેમાં સુકેશે દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનને 60 કરોડ રૂપિયા આપ્યા હોવાની માહિતી મળી છે.

સુકેશના જણાવ્યા અનુસાર, તેમણે રાજ્યસભાની એક બેઠક માટે 50 કરોડ રૂપિયા અને જેલ સુરક્ષા માટે 10 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. સુકેશે તત્કાલીન જેલના ડીજી સંદીપ ગોયલને ૧૨.૫ કરોડ રૂપિયા ચૂકવવાનું વચન પણ આપ્યું હતું.

તપાસ સમિતિએ કહ્યું હતું કે, સુકેશે ખુલાસો કર્યો છે કે દિલ્હીના ફાર્મહાઉસમાં સત્યેન્દ્ર જૈન અને કૈલાશ ગહલોતને પૈસા આપ્યા બાદ સત્યેન્દ્ર જૈન સીએમ અરવિંદ કેજરીવાલ સાથે ફોનથી વાત કરતા હતા. સુકેશે કહ્યું કે તેઓ અરવિંદ કેજરીવાલને પણ મળ્યા હતા. હાઈ પાવર કમિટીએ સુકેશના આક્ષેપો ગંભીર પ્રકારના હોવાનું અને સત્ય બહાર લાવવા માટે ખાસ એજન્સી દ્વારા તપાસ કરવાની ભલામણ કરી છે.

સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા 200 કરોડ રૂપિયાના ફ્રોડ કેસમાં બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ પણ કોર્ટમાં હાજર થઈ હતી. તેમણે ૨૩ ડિસેમ્બરથી બહેરીનની મુસાફરી માટે કોર્ટ પાસે પરવાનગી માંગી હતી. કોર્ટે આ અંગે ઈડી પાસે જવાબ માંગ્યો છે. આ મામલે 22 ડિસેમ્બરે ફરીથી સુનાવણી થશે. તે જ સમયે, 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં હવે આગામી સુનાવણી 6 જાન્યુઆરીએ થવાની છે.

Download Our B K News Today App



Related News