દિલ્હીની લીકર પોલિસી કાંડમાં સીબીઆઇએ પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-02-28 15:31:56
  • Views : 482
  • Modified Date : 2023-02-28 15:31:56

દિલ્હી લીકર પોલિસી કાંડમાં ડેપ્યુટી સીએમ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મનિષ સિસોદિયાની ફરતે ફસાયો કાનૂની ગાળિયો વધારે ફસાયો છે. ગઈ કાલે ધરપકડ બાદ આજે સીબીઆઈએ તેમને વર્ચ્યુઅલી દિલ્હીની સીબીઆઈની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યાં હતા. જજ નાગપાલ સમક્ષ તેમના રિમાન્ડની માગ કરી હતી. ગઈકાલની 8 કલાકની પૂછપરછમાં સીબીઆઈને લીકર પોલિસી કાંડમાં સવાલોના સંતોષકારક જવાબ ન મળી શક્યાં હોવાથી મનીષ સિસોદિયાના 5 દિવસના રિમાન્ડની માગ કરાઈ હતી જોકે કોર્ટે સિસોદીયાના રિમાન્ડ પર ચુકાદો અનામત રાખી લીધો હતો. જોકે, બાદમાં કોર્ટે મનિષ સિસોદિયાને પાંચ દિવસના રિમાન્ડ મંજુર કરી દીધા હતા અને ચોથી માર્ચ સુધી સીબીઆઇ કસ્ટડીમાં રહેવું પડશે.

જોકે, કોર્ટે એવું કહ્યું છે કે, સિસોદિયાની તપાસનું અપડેટ આપવાનું રહેશે અને વધુ રિમાન્ડ તથા રિમાન્ડ દરમ્યાન પુછપરછ કરવા સંદર્ભે કોર્ટને જાણકારી આપવાની રહેશે.

સિસોદીયા માટે પાંચ દિવસના રિમાન્ડની માગ કરતા સીબીઆઈના વકીલોએ કોર્ટમાં એવી દલીલ કરી કે સિસોદીયાએ કેટલાક સવાલોના જવાબ સારી રીતે આપ્યા નથી તેથી તેમની વધુ પૂછપરછની જરુર છે. 

કોર્ટમાં સિસોદિયા વતી વકીલ મોહિત માથુર અને સિદ્ધાર્થ અગ્રવાલ હાજર રહ્યાં હતા તેમને સીબીઆઈની રિમાન્ડ અરજીનો વિરોધ કર્યો હતો. સિસોદીયાના વકીલોએ કહ્યું કે જો કોઈ કંઈ કહેવા ન માગતું હોય તો તે ધરપકડનો આધાર ન બની શકે. 

ઉલ્લેખનીય છે કે લીકર પોલિસી કાંડ મામલે સીબીઆઈએ રવિવારે મનીષ સિસોદિયાની ધરપકડ કરીને તેમને આખી રાતે દિલ્હી સ્થિત સીબીઆઈ મુખ્યાલયમાં રાખ્યાં હતા.  સીબીઆઇએ આ કેસમાં એક અમલદારનું નિવેદન નોંધ્યું હતું. તપાસ એજન્સીનો દાવો છે કે આ કેસમાં તેણે કહ્યું છે કે તે (મનીષ સિસોદિયા) આબકારી નીતિનો મુસદ્દો તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને કેટલીક સૂચનાઓ આપી હતી.  

આપની મહત્ત્વાકાંક્ષી દિલ્હી એક્સાઇઝ પોલિસીને 31 જુલાઇ 2022ના રોજ રદ કરવામાં આવી હતી. નવી નીતિને રદ કર્યા પછી, દિલ્હી સરકારે 17 નવેમ્બર, 2020 પહેલા લાગુ કરવામાં આવેલી જૂની આબકારી વ્યવસ્થાને પાછી લાવવાનો નિર્ણય લીધો હતો. એક્સાઇઝ પોલિસી અમલમાં આવતાં જ ઇડી અને સીબીઆઇએ ડેપ્યુટી સીએમના ઘર સહિત દેશના વિવિધ સ્થળો પર અનેક સર્ચ હાથ ધર્યા હતા. 22 જુલાઈ, 2022 ના રોજ, એલજી વી.કે. સક્સેનાએ નવી આબકારી નીતિના અમલીકરણમાં કથિત નિયમોના ઉલ્લંઘન અને પ્રક્રિયાગત ખામીઓની સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. દિલ્હીના મુખ્ય સચિવના એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે દારૂના પરવાનેદારોને અયોગ્ય લાભ આપવામાં આવે છે. એલજીએ દિલ્હીના મુખ્ય સચિવને કથિત ગેરરીતિઓમાં આબકારી વિભાગના અધિકારીઓની ભૂમિકાની તપાસ કરવા નિર્દેશ આપ્યો હતો. તેમણે છૂટક દારૂના લાઇસન્સ માટેની બિડિંગ પ્રક્રિયામાં 'કાર્ટેલાઇઝેશન' ની પણ ફરિયાદ કરી હતી.

Download Our B K News Today App



Related News