બ્રિટનનાં મંત્રીએ કહ્યું- ખેડૂત આંદોલન ભારતનો આંતરિક મામલો; ભારતે વાંધો ઉઠાવ્યો, કહ્યું- ખોટા તથ્યોના આધાર પર ચર્ચા થઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 12:57:27
  • Views : 381
  • Modified Date : 2021-03-09 12:57:27

    બ્રિટન (UK)ની સંસદમાં સોમવારે એક વખત ફરી ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનનો મુદ્દો ગુંજ્યો હતો. UKએ પુનરાવર્તિત કર્યું કે કૃષિ સુધારણા કાયદો ભારતનો આંતરિક મામલો છે અને લોકશાહીમાં સુરક્ષા દળોને કાયદો અને વ્યવસ્થા લાગુ કરવાનો અધિકાર છે. હકીકતમાં, બ્રિટિશ સંસદના વેસ્ટમિંસ્ટર હોલમાં યોજાયેલી આ ચર્ચામાં 18 બ્રિટિશ સાંસદોએ ભાગ લીધો હતો, જેમાંથી 17 લોકોએ આંદોલનને ટેકો આપ્યો હતો. લેબર પાર્ટીએ આ ચર્ચા વિચારણાની માંગ કરી હતી.

    વિદેશી સંસદમાં થયેલી ચર્ચા પર ભારતે સખત વિરોધ નોંધાવ્યો છે. બ્રિટનમાં ભારતના ઉચ્ચ આયોગે કહ્યું છે કે સાંસદોએ ચર્ચા દરમિયાન ખોટા તથ્યો રજૂ કર્યા હતા. અમે દિલગીર છીએ કે ચર્ચા દરમિયાન ખોટા દાવાઓના આધારે અને કોઈપણ તથ્યોના આધાર પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે વિદેશી મીડિયા (બ્રિટીશ મીડિયા સહિત) ભારતમાં હાજર છે અને બધાએ આંદોલનના સમાધાન માટે થયેલી વાતચીત જોઇ છે. ભારતમાં મીડિયાની સ્વતંત્રતાના અભાવનો કોઈ સવાલ જ નથી.UKમાં મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર એશિયા નિગેલ એડમ્સે કહ્યું હતું કે કૃષિ નીતિ ભારત સરકાર માટે એક આંતરિક મામલો છે. અમારી સરકારનું દ્રઢ્તાપણે માને છે કે વાણી સ્વતંત્રતા અને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર કોઈપણ લોકશાહી માટે મહત્વપૂર્ણ છે.

    તેમણે કહ્યું કે અમે તેનો પણ સ્વીકાર કરીએ છીએ કે જો કોઈ વિરોધ પ્રદર્શન પોતાની મર્યાદા ઓળંગે છે, તો લોકશાહીમાં સુરક્ષા દળોને કાયદો-વ્યવસ્થા લાગુ કરવાનો અધિકાર છે. એડમ્સે સંસદમાં 'ભારતમાં શાંતિપૂર્ણ વિરોધ અને પ્રેસની સ્વતંત્રતા' ના મુદ્દા પર ચર્ચા દરમિયાન આ નિવેદન આપ્યું હતું.તેમણે કહ્યું કે ભારતમાં આપણા હાઈકમિશન નેટવર્કના અધિકારીઓ આ મામલા પર નજર રાખી રહ્યા છે અને કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અંગે અમને સતત ફીડબેક આપી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે ભારત સરકાર આ બાબતે સમાધાન મેળવવા તેમણે અનેક વખત ખેડૂતો સાથે વાત કરી પણ કોઈ સમાધાન મળી શક્યું નથી. તેમણે આશા વ્યક્ત કરી કે ટૂંક સમયમાં આ મામલો વાતચીત દ્વારા ઉકેલી લેવામાં આવશે.

    બ્રિટનની સંસદમાં ચર્ચા એક અરજી બાદ થઈ હતી. તેમાં બ્રિટિશ સરકારને અપીલ કરવામાં આવી છે કે તેઓ આંદોલનકારી ખેડુતોની સલામતી અને પ્રેસની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર ઉપર દબાણ બનાવે. આ અરજી નવેમ્બરમાં કરાઇ હતી, જેમાં લગભગ 1 લાખથી વધુ લોકોએ હસ્તાક્ષર કર્યા હતા.

    કોવિડ પ્રોટોકોલને કારણે કેટલાક સાંસદોએ ઘરેથી ડિજિટલ માધ્યમથી તેમાં ભાગ લીધો હતો. કેટલાક સાંસદો સંસદમાં હાજર હતા. ખેડૂત આંદોલનને લેબર પાર્ટી તરફથી સૌથી વધુ સમર્થન મળ્યું છે. લેબર પાર્ટીના 12 સાંસદો જેમાં ભૂતપૂર્વ નેતા જેરેમી કોર્બીન પણ સામેલ હતા. કોર્બીને આ અગાઉ પણ ખેડૂતોનું સમર્થન કર્યું હતું.આ દરમિયાન કન્ઝર્વેટિવ પાર્ટીની થેરેસા વિલિયર્સે ભારત સરકારને સમર્થન આપતાં કહ્યું કે કૃષિ આંદોલન એ ભારતનો પોતાનો આંતરિક મામલો છે, વિદેશી સંસદમાં તેની ચર્ચા થઈ શકે નહીં.

    ભારતની રાજધાની દિલ્હીની બોર્ડર પર કહડૂત છેલ્લા 100થી વધુ દિવસથી આંદોલન કરી રહ્યા છે. તેમની માંગ છે કે નવા ત્રણેય કૃષિ કાયદા સંપૂર્ણપણે પરત લેવામાં આવે. સરકારે કાયદામાં સંશોધનની વાત કરી હતી, પરંતુ ખેડૂતો આ માટે તૈયાર નથી.


Download Our B K News Today App



Related News