જગતના કાજી અમેરિકામાં “શ્વેત લોકો”ની “અશ્વેત માનસિકતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-21 14:47:46
  • Views : 421
  • Modified Date : 2023-01-21 14:51:03

અમેરિકાના પેન્સિલવેનિયામાં બે શ્વેત પોલીસકર્મીએ એક અશ્વેત મહિલા સાથે મારઝૂડ કરી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. સમગ્ર વિવાદ સેન્ડવિચમાં એક્સ્ટ્રા ચીઝ ન આપતાં શરૂ થયો હતો.

ઘટના 16 જાન્યુઆરી, પેન્સિલવેનિયાની છે. વીડિયો હાલ વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે પહેલા પોલીસકર્મીઓ મહિલાને ઘસડી. મહિલા તેનો વિરોધ કરે છે અને બૂમો પાડે છે. આ પછી પોલીસકર્મી મહિલાને પકડે છે અને બીજો પોલીસકર્મી ગુસ્સામાં આવીને તેના ચહેરા પર મુક્કા મારે છે. આ મામલે તપાસ થઈ રહી છે.

પીડિત મહિલાનું નામ લતિન્કા હેનકોક છે. લતિન્કાએ કહ્યું હતું કે, સેન્ડવિચ ખાવા તે મેકડોનાલ્ડમાં ગઈ હતી. ત્યાં એક્સ્ટ્રા ચીઝ ન આપતા એક કર્મચારી સાથે બોલાચાલી થઈ હતી. ત્યાર પછી સ્ટાફે પોલીસ બોલાવી. લતિન્કા પણ મેકડોનાલ્ડની બહાર ઊભી રહીને પોલીસના આવવાની રાહ જોતી હતી. તેમણે કહ્યું હતું કે, પોલીસને ફરિયાદ કરવા ત્યાં ઊભી હતી, પરંતુ પોલીસકર્મીઓએ મારી સાથે મારઝૂડ શરૂ કરી.

મહિલાએ વિરોધ કર્યા પછી ટોડ સ્ટેનલી નામના પોલીસ અધિકારી  તેને મારવાનું શરૂ કરી દીધું.   પીડિતા લતિન્કા હેનકોકે કહ્યું કે, જ્યારે પોલીસ આવી ત્યારે હું ડરી ગઈ. હું માત્ર એટલું જ ઈચ્છતી હતી કે તે મને જમીન પર ન પાડે. એટલે હું ચૂપચાપ ઊભી રહી, પરંતુ તેમણે મને ખેંચવાનું શરૂ કર્યું.

અમેરિકન પોલીસે અશ્વેત વ્યક્તિ પર હુમલો કર્યો હોય એવી આ પહેલી ઘટના નથી.  2020માં પોલીસે જ્યોર્જ ફ્લોયડને જમીન પર પાડીને તેની ડોક પર ઘૂંટણ મૂક્યા હતા, જેથી તેનું મોત થયું હતું. 13 જાન્યુઆરીએ પણ પોલીસે એક અશ્વેત વ્યક્તિને જમીન પર પછાડીને ટેઝર ગનથી હુમલો કર્યો હતો. ઘટનાના સાડા ચાર કલાક પછી વ્યક્તિને હાર્ટ-એટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું.

અમેરિકામાં પોલીસના હાથે માત્ર અશ્વેતનાં જ મોત થાય છે એવું નથી, શ્વેત પણ મરી રહ્યા છે. પરંતુ 'ધ ઈકોનોમિસ્ટ'ના એક રિપોર્ટના  આંકડા અનુસાર પોલીસના હાથે મરનારા શ્વેત લોકોની તુલનામાં અશ્વેત લોકોની સંખ્યા 3 ગણી છે. અમેરિકામાં ગુનેગાર અધિકારીઓને સજા નથી મળતી જ્યારે ત્યાંની જેલમાં 33% કેદી અશ્વેત છે.

યુરોપના શ્વેત લોકોએ અમેરિકામાં વસવાનું શરૂ કર્યું ત્યારે આફ્રિકામાંથી હજારો-લાખ્ખો અશ્વેતોને ગુલામ બનાવી પોતાની સાથે લઈ ગયા. તેમના પર અમાનવીય યાતના ગુજારી. આજે આટઆટલા વર્ષો વીતી ગયા છતાં શ્વેત લોકોની અશ્વેત માનસિકતામાં કોઈ ફેર પડ્યો હોય એમ જણાતું નથી.

Download Our B K News Today App



Related News