ચીન સાથે સરહદો પર તણાવ, જ્યારે ચીન સાથેના વેપારમાં સતત વૃદ્ધિ

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-16 15:11:04
  • Views : 477
  • Modified Date : 2022-12-16 15:12:26

ભારત અને ચીન વચ્ચે સીમાને લઇ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં જ અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં બંને દેશો વચ્ચે સૈન્ય અથડામણ થઇ હતી, જેમાં ભારતીય જવાનોએ ચીની સૈનિકો કે જે ભારતીય સીમામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા હતા, તેઓને હડસેલી મુક્યા છે, જેને લઇ તણાવ વધી ગયો છે. સરહદી સીમાના તણાવને લઇને દેશમાં ફરી એકવાર ચીની પ્રોડકટસનો વિરોધ શરૂ થઇ રહ્યો છે. એકબાજું બહિષ્કારની માગ વચ્ચે ચીનથી આયાતમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જે એક ચિંતાનું કારણ છે.

વેપારીઓ વિરોધ કરવા ચીનની વસ્તુનો બહિષ્કાર કરી જવાબ આપવા માંગ છે. સરહદ વિવાદ વચ્ચે આશ્ચર્યએ વાતનું છે કે ભારત અને ચીન વચ્ચેનો વેપાર ઘણો વધી ગયો છે. ચીનના સતત આયાતમાં ઉછાળો નોધાઇ રહ્યો છે. સત્તાવાર આંકડા દર્શાવે છે કે, ચીનમાંથી ભારતમાં આયાત છેલ્લા કેટલાક મહિનામાં ઉચ્ચ સ્તરે પહોંચી છે. ચીનમાંથી સરેરાશ માસિક આયાતનો આંકડો 2020-2021માં 5.43 બિલિયન ડોલરથી વધીને 2021-22માં 7.88 બિલિયન ડોલર પર પહોંચી ગયું છે.

ચીન સાથેના વેપારને સમાપ્ત કરવાની માંગની  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટર પોસ્ટમાં લખ્યું, આપણે ચીન સાથેનો વેપાર કેમ સમાપ્ત ન કરી શક્યે? ચીનમાંથી આયાત કરવામાં આવતી મોટાભાગની ચીજવસ્તુઓ ભારતમાં બને છે. આ ક્ષણનો લાભ ઉઠાવવાથી  ભારતમાં રોજગારીની તકો વધશે.

ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયના આંકડા અનુસાર, ચીન સાથેનો ભારતનો વેપાર 100 બિલિયન ડોલરનો આકડો વટાવી ગયો છે અને 2021-22માં 115.83 બિલિયન ડોલર કે જે અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ છે.

આ આંકડો વર્ષ 2020-21માં 86.39 બિલિયન ડોલર કરતાં 34.06 ટકા વધુ છે.  કોરોના લોકડાઉન દરમિયાન જૂન 2020માં ચીનમાંથી માસિક આયાત 3.32 અબજ ડોલરની નીચી સપાટીએ પહોંચી ગઈ હતી પરંતુ નિયંત્રણો હળવા થયા બાદ તે સપાટી વધવા લાગી હતી, તે જુલાઈ 2020માં વધીને 5.58 અબજ ડોલર થઈ ગઈ હતી. જે હાલમાં પણ સતત વધી રહ્યું છે અને આ વર્ષે જુલાઈમાં 10.24 બિલિયન ડોલરની નવી ટોચે પહોંચ્યું છે. હાલમાં આ આંકડો ઘરેલુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના પીએમ મોદીના ઈરાદાથી બિલકુલ વિરૂદ્ધ દેખાઈ રહ્યો છે.

આમ, ભારત સરકાર દ્વારા મેન્યુફેકચરીંગ સેકટરનો વ્યાપ વધારવા માટે વિવિધ સેકટરોમાં પીએલઆઇ સ્કીમો રજૂ કરવામાં આવી હતી. જોકે, આ તમામ પીએલઆઇ સ્કીમની અસર આગામી બે-ત્રણ વર્ષ પછી અસર જોવા મળશે. આમ, હાલમાં દેશમાં મોટા ભાગની પ્રોડકટસ માટે દેશમાં ચીન ઉપર નિર્ભર રહેવું પડે છે.

Download Our B K News Today App



Related News