10 વર્ષથી પગાર માટે ધક્કા ખાતા મેઘરજના શિક્ષક

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-29 14:40:00
  • Views : 452
  • Modified Date : 2022-12-29 14:40:00

સરકારી કર્મચારીને પણ પોતાના હકના નાણાં માટે છેલ્લા દસ વર્ષથી સરકારી કચેરી ચક્કર કાપવા પડી રહ્યા છે. મેઘરજ તાલુકાના વૈડી પ્રા.શાળાના શિક્ષક સિદ્ધરાજ ખોખરીયાના શિક્ષક 10 વર્ષ અગાઉ બીમારીના કારણે માંદગીની લાંબી રજા પર હતા. આ રજા જિલ્લા પ્રા.શિક્ષણ અધિકારી દ્વારા મંજૂર પણ કરાઈ હતી. છતાં છેલ્લા છ માસથી પોતાના હકના નાણાં માટે જિલ્લા પ્રા.શિક્ષણ અધિકારીની કચેરીએ ધરમના ધક્કા ખાય છે.  છતાં પોતાના નાણાં મળતા નથી. ત્યારે શિક્ષણ તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી. શિક્ષકે અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છે, વખતો વખત મળતા શિક્ષણ વિભાગના લાભો જે અન્ય શિક્ષકોને મળે છે તે પણ મળતા નથી. આમ શિક્ષણ વિભાગની બેદરકારીના કારણે શિક્ષક સિદ્ધરાજ ખોખરીયાના વ્યવહારો પણ ખોરવાયા છે.

Download Our B K News Today App



Related News