સુબ્રમણ્યમ સ્વામીએ પણ કરી ટ્વિટ, ચીનમાં તખ્તાપલટની અટકળો અંગે

  • Published By :
  • Published Date : 2022-09-24 15:34:04
  • Views : 271
  • Modified Date : 2022-09-24 15:34:04

સુબ્રમણ્યમ સ્વામીએ લખ્યું હતું કે, નવી અફવાઓ અંગે તપાસ કરવામાં આવશે- શું શી જિનપિંગને બેઈજિંગમાં હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા છે? તાજેતરમાં જિનપિંગ જ્યારે સમરકંદમાં હતા ત્યારે ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓએ શીને પાર્ટીના સૈન્ય પ્રભારી પદેથી દૂર કર્યા હોવાનું માનવામાં આવતું હતું. ત્યાર બાદ તેમને નજરકેદમાં લેવામાં આવ્યા આ પ્રકારની અફવાઓ ચાલી રહી છે. સોશિયલ મીડિયામાં એવો દાવો થઈ રહ્યો છે કે, ચીનની સેનાએ રાષ્ટ્રપતિ શી જિનપિંગને હાઉસ અરેસ્ટ કર્યા છે. એટલે કે, શી જિનપિંગ હાલ નજરકેદમાં છે. ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબ્રમણ્યમ સ્વામીએ પણ આ અટકળોને ધ્યાનમાં લઈને એક ટ્વિટ કરી છે. અટકળો પ્રમાણે ચીનની સેનાએ તખ્તાપલટ કરી દીધો છે અને તે સત્તા પર કબજો જમાવવાની તૈયારીમાં છે. આ અટકળોના કારણે સમગ્ર વિશ્વમાં સનસનાટી મચી ગઈ છે. જોકે ચીનના સત્તાવાર મીડિયામાં આ અંગે હજુ કોઈ વિગતો બહાર નથી પાડવામાં આવી. ચીની સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા બેઈજિંગમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે. તે સિવાય ચીનના લોકો છેલ્લા 2 દિવસથી બેઈજિંગ એરપોર્ટે 6,000થી પણ વધારે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ રદ્દ કરી હોવાનું જણાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News