પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-07 15:35:05
  • Views : 445
  • Modified Date : 2023-01-07 15:35:05

પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના કેટલાક ભાગોમાં ગુરુવારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. નેશનલ સિસ્મોલોજિકલ મોનિટરિંગ સેન્ટરે શુક્રવારે જણાવ્યું હતું કે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.8 માપવામાં આવી હતી. હજી સુધી કોઈ જાનહાનિ અથવા સંપત્તિને નુકસાન થયું હોવાના અહેવાલ મળ્યા નથી.
જોકે, યુએસ જિયોલોજિકલ સર્વેએ દાવો કર્યો હતો કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 હતી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિન્દુ કુશ ક્ષેત્રમાં ૧૭૩ કિમીની ઊંડાઈએ સ્થિત હતું.
ભૂકંપના આંચકા ગિલગિટ, જેલમ, ચકવાલ, પાકપટ્ટન, લકી મારવાત, નૌશેરા, સ્વાત, મલાકંદ, પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર અને દેશના અન્ય ભાગોમાં અનુભવાયા હતા, એમ સિસ્મોલોજિકલ સેન્ટરે જણાવ્યું હતું.
પેશાવર, લોઅર દીર, ચિત્રાલ, ખૈબર જિલ્લો, વજીરિસ્તાન, ટાંક, બાજૌર, મરદાન, પારાચિનાર, મુરી, મનસેહરા, એબટાબાદ, મુલ્તાન, શેખુપુરા, ચિન્યોત અને કોટલીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Download Our B K News Today App



Related News