ન્યૂઝીલેન્ડમાં ભૂકંપનો જોરદાર આંચકો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-05 14:11:44
  • Views : 401
  • Modified Date : 2023-01-05 14:11:44

ન્યૂઝીલેન્ડના નોર્થ આઇલેન્ડના મધ્ય ભાગમાં આવેલા વાઇકાટો જિલ્લામાં બુધવારે જોરદાર ભૂકંપ આવ્યો હતો.  રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.1 માપવામાં આવી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
જિયોનેટે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે 5:30 વાગ્યે અનુભવાયો હતો. તેનું કેન્દ્ર તે આરોહાથી પાંચ કિલોમીટર દક્ષિણે હતું, જે ઘરતીની સપાટીથી સાત કિલોમીટરની ઊંડાઈએ હતું. જિયોનેટ અનુસાર, એક કલાકની અંદર 20,000 થી વધુ લોકોએ ભૂકંપનો અનુભવ કર્યો હોવાના અહેવાલ આપ્યા છે.
ઘણાએ કહ્યું હતું કે ભૂકંપ એકદમ મજબૂત હતો અને ૨૦ સેકંડથી વધુ સમય માટે અનુભવાયો હતો. ભૂકંપને કારણે મોટા નુકસાન અથવા સહાયની માંગના કોઈ અહેવાલો મળ્યા નથી.

 

Download Our B K News Today App



Related News