ગુજરાતમાં રખડતા ઢોર અને શ્વાનનો આતંક યથાવત: વધુ 3 લોકોને ઇજા, બાળકથી લઇને યુવતી અને વૃદ્ધ પર એટેક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-13 14:25:02
  • Views : 533
  • Modified Date : 2023-03-13 14:25:02

રાજ્ય (Gujarat) માં એકવાર ફરી રખડતા ઢોર અને રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો સુરત જિલ્લામાં એકવાર ફરી રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. માંગરોળના કુંવરડામાં રખડતા શ્વાને એક બાળક હુમલો કર્યો છે. ઘરની બહાર રમી રહેલા 7 વર્ષીય બાળક પર શ્વાને હુમલો કરતા બાળક ઇજાગ્રસ્ત થયો છે. જોકે આસપાસમાંથી લોકો દોડી આવતા બાળકનો બચાવ થયો છે. પરંતુ થોડીક ઇજા પહોંચતા બાળકને પ્રાથમિક સારવાર આપવામાં આવી.બીજી બાજુ મહીસાગરની પણ ચોંકાવનારી ઘટના સામે આવી છે. રખડતા પશુનો આતંક પણ હજુ સુધી યથાવત છે. ત્યારે મહીસાગરના લુણાવાડામાં રખડતા પશુએ બે લોકોને અડફેટે લેતા બંનેને ઇજા પહોંચી છે. જેની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. લુણાવાડાના ગણેશ મંદિર નજીક રખડતા ઢોરે વૃદ્ધ તેમજ યુવતીને અડફેટમાં લેતા યુવતી અને વૃદ્ધને ઈજા પહોંચી છે. ત્યારે લુણાવાડામાં રખડતા પશુની કામગીરી અંગે પણ સવાલો ઉઠ્યા છે.તાજેતરમાં જ વડોદરામાં રખડતા પશુના કારણે બે લોકો થયા હતા ઈજાગ્રસ્ત ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વડોદરા અને ભરૂચમાં રખડતા પશુનો આતંક સામે આવ્યો હતો. વડોદરામાં રખડતા પશુએ એક્ટિવા ચાલકને અડફેટે લેતા એક્ટિવા સવાર બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. એક્ટિવા ચાલક સમા વિસ્તારથી અભિલાષા કેનાલ તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તા પર અચાનક ઢોર આવી જતા એક્ટિવા અથડતા એક્ટિવા સવાર બન્ને વ્યક્તિને ઈજાગ્રસ્ત થયા હતા. તો ભરૂચના જંબુસરમાં રખડતા ઢોરે વિદ્યાર્થિની પર હુમલો કર્યો હતો. રેલવે પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની શાળાથી ઘરે જતી હતી. એ સમયે રખડતા પશુએ વિદ્યાર્થિની પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અગાઉ પણ જંબુસરમાં વિદ્યાર્થીની પર ગાયે હુમલો કર્યો હતો. ત્યારે વારંવાર બનતી ઘટનાને લઈ સ્થાનિકોમાં તંત્ર વિરૂદ્ધ ભારે રોષ જોવા મળ્યો હતો.તદુપરાંત એ અગાઉ વડોદરામાં રખડતાં પશુએ કિશનવાડીમાં પ્રૌઢને અડફેટમાં લેતાં પ્રૌઢ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. છોટા ઉદેપુરના પીપળસટ ગામના પ્રભાત પરમાર ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.કચ્છમાં પણ રખડતા ઢોરે વધુ એક યુવાનનો ભોગ લીધો
આ સિવાય કચ્છમાં પણ રખડતા ઢોરે વધુ એક યુવાનનો ભોગ લીધો હતો. ગાંધીધામમાં રખડતા ઢોરની અડફેટે જીગ્નેશ દોશી નામના યુવાનનું મોત થયું હતું. અગાઉ પણ રખડતા ઢોરને કારણે લોકોએ જીવ ગુમાવ્યા છે. છતાં પણ તંત્ર અહીં માત્ર ગાંધીધામ નહીં પરંતુ રાજ્યનું કોઇપણ તંત્ર રખડતા ઢોરને લઇ કાર્યવાહી કરવામાં ઢીલું મૂકી દે છે. સ્થાનિક તંત્ર રખડતા ઢોર અંગે કાર્યવાહી જ કરવા ના માગતું હોય તેવું અહીં લાગી રહ્યું છે. અહીં સવાલો ઉઠી રહ્યાં છે કે લોકો ક્યાં સુધી તંત્રની ઉદાસીનતાનો ભોગ બનશે. તંત્ર કેમ ઢીલી નીતિ દાખવે છે. ઢોર માલિકો અને તંત્ર વચ્ચે જે સાંઠગાંઠ છે. તેના કારણે લોકોનો જીવ જાય છે એનું ભાન નથી પડતું.

Download Our B K News Today App



Related News