ચીનના વિદેશ મંત્રાલયનું નિવેદનઃ ભારત સરહદે સ્થિતિ શાંત અને યથાવત છે

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-14 17:14:30
  • Views : 153
  • Modified Date : 2022-12-14 17:14:30

અણાચલ પ્રદેશમાં આવેલા તમાંગ ક્ષેત્ર સ્થિત વાસ્તવિક અંકુશ રેખા ઉપર ગત 9 ડિસેમ્બરના રોજ ચીનના 300 જેટલા સૈનિકો દ્વારા થયેલા ઘુસણખોરીના પ્રયાસ બદલ ભારત સરકારના અત્યંત આકરા વલણને જોઇને બે ડગલાં પીછેહટ કરી જનાર ચીન સરકારે આજે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે ભારત સરહદે સ્થિતિ હાલ શાંત અને યથાવત છે અને આ પ્રશ્નના ઉકેલ માટે રાજદ્વારી અને લશ્કરી એમ બંને ચેનલ દ્વારા પ્રયાસો શરૂ કરી દેવાયા છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેન બિને કહ્યું હતું કે ભારત સરહદે હાલ સ્થિતિ એકદમ શાંત અને યથાવત છે અને જે કાંઇ વિવાદ સર્જાયો હતો તેનો ઉકેલ લાવવા બંને દેશો તરફથી ડિપ્લોમેટિક ને લશ્કરી એમ બંને ચેનલ દ્વારા વાટાઘાટો શરૂ કરવાના પ્રયાસ થરૂ કરી દેવાયા છે.

Download Our B K News Today App



Related News