શ્રીલંકાના પ્રમુખે ટેકસમાં વધારો કર્યોઃ ટ્રેડ યુનિયનોએ વિરોધ પ્રદર્શન સાથે હડતાળ પર ઉતરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-02 16:22:37
  • Views : 471
  • Modified Date : 2023-03-02 16:22:37

આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા શ્રીલંકામાં સ્થિતિ હવે સામાન્ય થઇ રહી છે પણ પ્રમુખ રનિલ વિક્રમસિંઘે દ્વારા ટેક્સ રેટ અને ઉપયોગિતા દરોમાં વૃદ્ધિનો વિરોધ હવે દેખાવા લાગ્યો છે. શ્રીલંકાના ટ્રેડ યુનિયનોએ આ ટેક્સના વિરોધમાં આવતીકાલે બુધવારે એક દિવસની દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે શ્રીલંકાના પ્રમુખે દેશમાં સ્થિતિ સુધારવા માટે ટેક્સ દરોમાં વધારો કર્યો હતો જે અંગે ટ્રેડ યુનિયનોએ તેમના આ આદેશને પરત લેવાની માગ કરી છે. જો કે શ્રીલંકાના પ્રમુખે અત્યાર સુધી આ આદેશને પરત લીધો નથી જેના કારણે ટ્રેડ યુનિયનોએ આવતીકાલે હડતાળની જાહેરાત કરી છે.

શ્રીલંકાની સરકારે એક જાન્યુઆરીથી ટેક્સમાં વૃદ્ધિની શરૃઆત કરી હતી. જેની પાછળ માનવામાં આવતું હતું કે આઇએમએફના દબાણને કારણે ટેક્સમાં વૃદ્ધિ કરવામાં આવી છે. વિક્રમાસિંઘેએ સોમવારની રાતથી જાહેર પરિવહન, માલ પરિવહન, બંદરો અને એરપોર્ટથી સંબધિત તમામ કાર્યોને કવર કરનારા આવશ્યક સેવાઓના આદેશને લાગુ કર્યો હતો. ટિચર્સ ટ્રેડ યુનિયનના સભ્ય જોસેફ સ્ટાલીને એક નિવેદનમાં જણાવ્યું હતું કે હડતાળની જાહેરાતને પગલે એસેન્સિયલ સર્વિસીસ ગેઝેટ ઇશ્યુ કરવામાં આવ્યું છે

Download Our B K News Today App



Related News