ચૈત્રી નવરાત્રીની પૂજામાં આ નિયમોનું ખાસ કરો પાલન, સુખ-સમૃદ્ધિ આપશે માતાજી, દરેક મનોકામના થશે પુરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-13 15:52:43
  • Views : 522
  • Modified Date : 2023-03-13 15:56:51

22    માર્ચ બુધવારથી ચૈત્રી નવરાત્રીનો શુભારંભ ,માતાજીને પ્રસન્ન કરવા આ નિયમોનું કરો પાલન ,સંપૂર્ણ વિધિ-વિધાનથી કરો માતાજીની પૂજા ચૈત્રી નવરાત્રીનો સમય માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. નવરાત્રીના 9 દિવસોમાં સંપૂર્ણ વિધિ-વિધાન અને નિયમો અનુસાર પૂજા-આરાધના કરવામાં આવે તો માતા દુર્ગા દરેક મનોકામના પૂરી કરે છે. જાણો ચૈત્રી નવરાત્રીમાં કઈ રીતે કયા નિયમોનું પાલન કરી માતા દુર્ગાની પૂજા કરી શકો છો. 22 માર્ચ 2023થી શરૂ થઈ રહેલી ચૈત્રી નવરાત્રી 30 માર્ચ 2023 સુધી ચાલશે. આ દિવસે 9 દિવસ સુધી ઘરમાં સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેથી માતા દુર્ગાની કૃપાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મકતા રહે.  ભોજનને લઈને રાખો ધ્યાન ,જો નવરાત્રીનું વ્રત કરો છો અને ઘટસ્થાપના કરી રહ્યા છો તો ઘરમાં તામસિક ભોજન ન રાંધો અને બહારથી પણ ઘરમાં ન લાવો. આ સમયે પવિત્રતા અને શુદ્ધતાનું સંપૂર્ણ ધ્યાન રાખવું જરૂરી છે. કપડાનું રાખો ખાસ ધ્યાન ચૈત્ર નવરાત્રીમાં કપડાનું પણ ખાસ ધ્યાન રાખો. માતા દુર્ગાની પૂજા કરતી વખતે લાલ, પીળા, નારંગી, ગુલાબી જેવા શુભ રંગો જ પહેરો. ભૂલથી પણ કાળા કે વાદળી રંગના કપડા ન પહેરો. અખંડ જ્યોતમાં આ વાતોનું રાખો ધ્યાન ,જો નવરાત્રીના નવ દિવસ સુધી ઘરમાં અખંડ જ્યોત પ્રજ્વલિત રહે છે તો ખાસ ધ્યાન રાખો કે ઘરને ક્યારેય સુનુ ન મુકો. ખાસ કરીને રાત્રીના સમયે. કોઈને કોઈ વ્યક્તિએ ઘરમાં જરૂર રહેવું જરૂરી છે અને જ્યોતની યોગ્ય દેખરેખ રાખવી જરૂરી છે. હવન અને કન્યા પૂજા કરો ,નવરાત્રીની અષ્ટમી અથવા નવમીના દિવસે હવન અને કન્યા પૂજન જરૂર કરો. 2થી 9 વર્ષની કન્યાને સન્માન પૂર્વક ખીર-પુરીનું ભોજન કરાવી તેમનો આશીર્વાદ લો. સાથે જ તમારા સામર્થ્ય અનુસાર ભેટ આપો. ત્યારે જ નવરાત્રીના વ્રત-પૂજાનું સંપૂર્ણ ફળ મળે છે. દુર્ગા સપ્તશતીનો પાઠ,નવરાત્રીના નવ દિવસ રોજ દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. કમસે કમ દુર્ગા કવચનો પાઠ જરૂર કરો. આમ કરવું તમને જીવનમાં દરેક સમસ્યાથી બચાવશે અને ખૂબ પ્રસિદ્ધિ-પૈસા આપશે.

Download Our B K News Today App



Related News