સ્પેનમાં પેટની દવાની જગ્યાએ વાળ ખરવાની દવા આપી દેવાથી 17 બાળકો ‘રીંછ જેવા’ બની ગયાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-08 15:12:48
  • Views : 486
  • Modified Date : 2019-09-08 15:12:48

  • બાળકોના શરીરે અચાનક વાળ ઉગવા લાગતા વાલીઓમાં ચિંતા પ્રસરી ગઇ દવાની કંપનીએ પેટની તકલીફ માટેના સિરપના કન્ટેનર અંદર વાળ ખરવાની દવા રાખી દીધી હતી સ્થાનિક સ્વાસ્થ્ય વિભાગનો દાવો-દવા લેવાનું બંધ કર્યા બાદ અમુક બાળકોની સ્થિતિ પહેલા જેવી થઇ રહી છે વાળ ઉગી જવાની આ સમસ્યાને મેડિકલ ભાષામાં hypertrichosis કહેવાય છેસ્પેનમાં 17 બાળકોમાં અચાનક આખા શરીરે વાળ ઉગી નિકળ્યા હતા. તેને વેરવોલ્ફ સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. સ્પેનના સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે દવાની અદલબદલ થવાથી આ સમસ્યા સર્જાઇ હતી. તપાસ બાદ માલૂમ પડ્યું કે બાળકોને પેટની દવા આપવાની જગ્યાએ વાળ ખરવાની સમસ્યા અટકાવા વાળી દવા અપાઇ ગઇ હતી. જો કે દવા બંધ કરવાથી અમુક બાળકોમાં યથાસ્થિતિ પાછી આવી હોવાનો ત્યાંના સ્વાસ્થ્ય વિભાગે દાવો કર્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ તપાસ કરતા જાણવા મળ્યું કે બાળકોને omeprazole નામની પેટની તકલીફના સિરપની જગ્યાએ minoxidil નામની દવા આપી દેવાઇ હતી. minoxidil ખરતા વાળની સમસ્યા માટે આપવામાં આવે છે. સ્વાસ્થ્ય મંત્રી મારિયા લ્યૂસિયા કાર્સેડોએ બુધવારે જણાવ્યું હતું કે આ દવાની બેચ જે લેબોરેટરીમાંથી આવી હતી તેમાં omeprazole લખેલા કન્ટેનરમાં minoxidil દવા રાખી દેવામાં આવી હતી. આ રીતે દવાની અદલાબદલી થઇ ગઇ જતા આ સમસ્યા સામે આવી છે.FarmaQuimica Sur નામની લેબોરેટરીમાંથી આ દવાઓ મોકલવામાં આવી હતી. ત્યાં કેવી રીતે દવા કન્ટેનરમાં બદલી ગઇ તે હજુ સ્પષ્ટ થયું નથી. આ કંપની મલાગા શહેરમાં છે અને દવાઓ સપ્લાય કરે છે. સાવચેતીના ભાગરૂપે અત્યારે લેબોરેટરીને બંધ કરી દેવામાં આવી છે. સ્વાસ્થ્ય વિભાગના પ્રવક્તાએ કહ્યું કે જે 17 બાળકોને અસર થઇ છે તેઓ કેન્ટાબ્રિયા, એન્ડાલ્યૂશિયા અને વેલેન્સિયા વિસ્તારના છે. સ્વાસ્થ્ય વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બાળકો દવા લેવાનું બંધ કરશે ત્યારબાદ પરિસ્થિતિ ફરી સામાન્ય થઇ જશે. અત્યારે ચાર બાળકો જેમાં ત્રણ નાના બાળકો અને એક સાત વર્ષનો બાળક છે- તેઓ સારી સ્થિતિમાં પાછા ફર્યા છે.

Download Our B K News Today App



Related News