સોનામાં તોફાની લાલચોળ તેજીને કારણે સમગ્ર બજાર સ્તબ્ધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-24 17:25:09
  • Views : 639
  • Modified Date : 2019-06-24 17:25:09

ગત સપ્તાહમાં સોના બજારમાં સ્પ્રિંગની જેમ ઉછળેલા ભાવોને કારણે સમગ્ર વિશ્વમાં ભારે અફડાતફડીનો માહોલ છે. છેલ્લાં એક માસના ટૂંકા ગાળામાં પ્રતિ ૧૦ ગ્રામે ૪૦૦૦ રૂપિયાના ઉછાળા સાથે ભાવો ૩૫૦૦૦ની સપાટી નજીક પહોંચી જતાં છેલ્લા ૧૦ વર્ષનો રેકોર્ડ તોડયો છે. વિશ્વ બજારમાં પણ સોનું ૧૪૦૦ ડોલર પ્રતિ ઔંશે પાર કરી ગયા છે. દિન પ્રતિદિન કૂદકે ને ભુસકે ઉછાળા મારી રહેલ સોનાના ભાવોને કારણે બજારમાં લાલચોળ તેજી છવાઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સાડા છ વર્ષો બાદ આ પ્રકારની તેજી સોનામાં થઈ છે. સોનામાં થયેલી તેજી પાછળ અમેરિકા-ઈરાન-ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોર તેમજ રાજકીય તણાવ ખટપટોને કારણે ખાસ કરીને અમેરિકાના અર્થતંત્રમાં આર્થિક નબળાઈ ઉભી થવાની આશંકા તેમજ વ્યાજના દરોમાં થઈ રહેલો ઘટાડો વિશેષ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. સપાટીએ પહોંચી રહ્યા છે. સોનામાં બજાર હજુ કેટલું આગળ વધશે તે હાલમાં કહેવું અનિશ્ચિત છે.સોનાની સમાંતર ચાંદી બજાર પણ તેજી ધીમી ગતિએ આગળ વધી રહી છે. એક મહિના અગાઉ ચાંદીના ભાવો પ્રતિ કિલોએ રૂા. ૩૬૦૦૦/- આસપાસ હતા. જે હાલમાં ૨૦૦૦ના ઉછાળા સાથે ૩૮૦૦૦ની સપાટી કુદાવી છે. ઔદ્યોગિક તેમજ સિક્કાવાળાઓની ઉઠેલી માંગને કારણે ચાંદીમાં ઉછાળો જોવા મળ્યો છે.કાચા તેલ બજારમાં પણ અમેરિકાના સ્ટોકમાં ઘટાડાના જાહેર થયેલા અહેવાલોને પગલે બજારમાં ઉછાળા રહ્યા હતા. સાથે સાથે મધ્ય-પૂર્વના દેશોમાં તણાવગ્રસ્ત માહોલ પણ ચાંદીમાં આગળ વધી રહેલી તેજી પાછળ જવાબદાર બની રહ્યો છે. ઓઈલ ઉત્પાદક દેશો કાચા તેલના ઉત્પાદનમાં કાપ મૂકવા સહમતી થવા લીલી ઝંડી આપી રહ્યા છે. ભારતમાં પંદર દિવસ અગાઉ કાચા તેલનું બજાર ૩૬૦૦ રૂપિયા પ્રતિ બેરલ હતું. જે પખવાડિયામાં વૈશ્વિક પરિબળો વધીને ૪૦૦૦ની સપાટી પાર કરી દીધી છે. અમેરિકા અને ચીન વચ્ચે સમાધાન થવાની અપેક્ષાઓ વચ્ચે મેટલ કોમોડિટીમાં પણ તેજીનું રૂઝાન છે. નિકલના ભાવો ૯૦૦ની સપાટી કુદાવી છે. કોપરમાં કારોબાર દોઢ ટકા ઉપર છે. અમેરિકા તથા ચીન વચ્ચે ચાલતા ટ્રેડ વોર તેમજ ચીનમાં પણ આર્થિક સંકળામણ વધતી જતી હોવાના અહેવાલોને પગલે ભારતીય મેટલ ઉદ્યોગને ભારે ફાયદો થવાની ગણત્રી જોવાઈ રહી છે. આ સંજોગોમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જે ઝીંક, નિકલ, લેડ તથા એલ્યુમિનીયમ જેવી મેટલ કોમોડિટીમાં વાયદા વેપાર શરૂ કરવા સેબી પાસે માંગણી કરી છે. છેલ્લાં એક વર્ષથી મેટલ કોમોડિટીમાં ટ્રેડ વોરના કારણે અનિશ્ચિતતાનો માહોલ ચાલી રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પાસે ડિલીવરી આધારિત કોપરના વાયદાનો કારોબારનો અનુભવ રહ્યો હોવાથી મોટા ભાગની તમામ મેટલ કોમોડિટીમાં વાયદો શરૂ BSE તલપાપડ બન્યું છે.BSE ને પગલે પગલે NCDEX એક્સચેન્જ પણ એગ્રી કોમોડિટીમાં ખાસ કરીને કઠોળના વર્ષોથી બંધ વાયદા શરૂ કરવા કવાયત હાથ ધરી છે. સેબીની લીલી ઝંડી બાદ શભઘઈઠ માં આગામી જુલાઈથી મગ અને બાસમતી વાયદો શરૂ થઈ રહ્યો છે. NCDEX માં હાલમાં માત્ર ચણા વાયદા ચાલી રહ્યો છે.અગાઉ કઠોળમાં મગ, તુવેર, અડદ વિગેરેમાં વાયદાનો કારોબાર પૂરજોશમાં ચાલતો હતો પરંતુ વેપારીઓની કાર્ટેલની હરકતો અને કાળા બજારને કારણે મોંઘવારી આસમાને જતાં દેશમાં ભારે હોબાળો થતાં કઠોળના વાયદો મોંઘવારી માટે કારણભૂત હોવાના આક્ષેપોને પગલે સરકારે વર્ષ ૨૦૦૭થી કઠોળ વાયદા ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો. વર્ષો બાદ મગ વાયદો કોમોડિટી એક્સચેન્જ ઉપર પ્રથમવાર લોન્ચ થઈ રહ્યો છે. લગભગ ૧૨ વર્ષો બાદ મગ વાયદો શરૂ થયા બાદ તુવેર તથા અડદના બંધ વાયદા પણ શરૂ કરવા NCDEX દ્વારા કવાયત થઈ રહી છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, તેલંગાણા, તામિલનાડુ, આંધ્રપ્રદેશ જેવા મુખ્ય રાજ્યોમાં દુષ્કાળ જેવી સ્થિતિને કારણે મગમાં મોંઘવારી ઉછળવાની ભીતિને કારણે વાયદો શરૂ કરવા સરકાર લીલી ઝંડી આપી રહી છે જેને પગલે ચણા, મગ, તુવેર અડદ જેવા કઠોળમાં બાર વર્ષના વનવાસ બાદ વાયદો સજીવન થઈ રહ્યો છે. કઠોળની મોંઘવારી પાછળ વાયદા બજાર જવાબદાર નથી તેવું માનીને સરકાર કઠોળમાં ફરીથી વાયદા શરૂ કરવા આગળ વધી રહી છે.દરમ્યાન આગામી સમયમાં આવી રહેલા નવા બજેટમાં ખેડૂતોને કેટલા અને કેવા લાભો મળશે તેની ઉપર સમગ્ર ખેડૂત આલમની મીટ મંડાઈ છે. ચૂંટણીઓ અગાઉ ખેડૂતોને વર્ષે દહાડે છ 

Download Our B K News Today App



Related News