દિલ્હીના 10 જેટલા વિસ્તારોમાં ‘ખાલિસ્તાન જિંદાબાદ’ના સૂત્રો લખાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-21 15:17:01
  • Views : 531
  • Modified Date : 2023-01-21 15:17:01

રાજધીના દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની તૈયારીઓ વચ્ચે વાતાવરણ ડહોંળવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. દિલ્હીમાં પશ્ચિમ વિહાર સહિત 10 વિસ્તારોમાં 'ખાલિસ્તાન જિંદાબાદ' અને 'રેફરેંડમ 2020'ના સુત્રોચ્ચાર લખવામાં આવ્યા હતા. આ બાબતની જાણ થતા તાત્કાલિક તેને સાફ કરાવીને દુર કરવામાં આવ્યા હતા. પોલીસે કહ્યું કે આ મામલામાં સામેલ લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસે વધુમાં જણાવ્યું હતુ કે આરોપીઓએ રાત્રીના અંધકારનો ફાયદો ઉઠાવીને આ ઘટનાને અંજામ આપ્યો છે. 26મી જાન્યુઆરી નજીક આવી રહી છે, અને અમારું ધ્યાન સુરક્ષા પર છે. દિલ્હી પોલીસ કોઈ અઘટીત ઘટના ન બને તે માટે તમામ સ્તરે સતર્કતા સાથે કામ કરી રહી છે.

દિલ્હી પોલીસના પીઆરઓ સુમન નલવાએ જણાવ્યું હતું કે ભારતમાં પ્રતિબંધીત સંગઠન શીખ ફોર જસ્ટિસનો આ પ્રકારના કૃત્યો પાછળ હાથ હોઈ શકે છે, અને તે ચર્ચામાં રહેવા માટે આ પ્રકારના પ્રયાસો કરી રહ્યું હોય છે. ઈન્ટરનેટની કોઈ મર્યાદા નથી. તેઓ જ્યારે પણ કંઈપણ કરે છે, ત્યારે કોઈ અન્યના નામનો ઉપયોગ કરીને કરે છે. આ થોડું અઘરું છે, પણ આરોપીઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જે લોકો તેમને મદદ કરી રહ્યા છે, તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

શીખ ફોર જસ્ટીસ પ્રતિબંધિત સંગઠન છે અને ગુરપતવંત સિંહ પન્નુ તેનો નેતા છે. પન્નુ ભારતનો વોન્ટેડ આતંકવાદી છે. તે મૂળ પંજાબના ખાનકોટનો રહેવાસી છે. તે અમેરિકામાં રહે છે. જ્યાં તેણે શીખ ફોર જસ્ટિસના નામથી ખાલિસ્તાની આતંકવાદી સંગઠન બનાવ્યું છે. શીખ ફોર જસ્ટીસનું હેડક્વાર્ટર યુએસમાં છે. ઘણા સમય પહેલા કેન્દ્ર સરકાર આ સંગઠનને ગેરકાયદેસર જાહેર કરી ચૂકી છે.

પન્નુ ભારતમાં લાલ કિલ્લા પર તિરંગો લગાવવાની સાથે નેતાઓને ધમકી આપવા જેવી અનેક જાહેરાતોને કારણે વિવાદોમાં રહ્યો છે. આ સિવાય પન્નુ વિદેશમાં ભારતને વિભાજીત કરીને અલગ દેશ ખાલિસ્તાન બનાવવા માટે રેફરેંડમ પણ કરાવતો રહે છે. પંજાબમાં તે સરકારી ઈમારતો પર ખાલિસ્તાની સ્લોગન લખીને ધમકી આપતો રહ્યો છે. તેની સામે NIAમાં કેસ નોંધાયેલ છે.

આ પહેલા પણ ગયા વર્ષે 6 જુલાઈએ કરનાલ પોલીસે બે શૈક્ષણિક સંસ્થાઓની દિવાલો પર ખાલિસ્તાન સમર્થક નારા લખવાના વિરોધમાં પટિયાલાના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. જેની ઓળખ મંજિત તરીકે થઈ હતી. આ મામલે તપાસ કરતા સામે આવ્યું હતુ કે આ રામને પુરૂં કરવા માટે યુએલમા એક વ્યક્તિએ 1000 અમેરિકન ડોલર આપવાનું વચન આપ્યું હતુ.

Download Our B K News Today App



Related News