સિસોદિયા અને સત્યૈન્દ્ર જૈને મંત્રી પદેથી રાજીનામાં આપી દીધા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-01 14:47:38
  • Views : 450
  • Modified Date : 2023-03-01 14:47:38

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા અને જેલ મંત્રી સત્યેન્દ્ર જૈને દિલ્હી સરકારમાં મંત્રી પદેથી રાજીનામાં આપી દીધા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બંને મંત્રીઓના રાજીનામાં સ્વીકારી લીધા છે. બંને મંત્રીઓ આજકાલ વિવાદોથી ઘેરાયેલા છે. મનિષ સિસોદિયાને થોડા દિવસ પહેલાં જ સીબીઆઇએ કસ્ટડીમાં લીધા હતા, જ્યારે સત્યેન્દ્ર જૈન ઘણા મહિનાઓથી તિહાર જેલમાં બંધ છે.

ભાજપ તરફથી સતત આ મંત્રીઓના રાજીનામાંની માગ કરવામાં આવી રહી હતી, આ દરમ્યાન દિલ્હી સરકારમાં મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે. આપે કહ્યું કે, દિલ્હીમાં લાખ્ખો બાળકોના માતા-પિતા આ નિર્ણયથી દુઃખી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાને સુપ્રિમ કોર્ટ તરફથી ઝટકો વાગ્યો છે. સિસોદિયા તરફથી તેમની ધરપકડને પડકારતી અરજી સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી દરમ્યાન સીજેઆઇએ પુછ્યું કે, તમે આ મામલે સીધા સુપ્રિમ કોર્ઠ કેમ ગયા. તમારી મુક્તિ માટે તમારે દિલ્હી હાઇકોર્ટનો સંપર્ક કરવો જોઇએ.

Download Our B K News Today App



Related News