શિંજો આબે સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન રહેનાર જાપાનના વડાપ્રધાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-21 17:53:27
  • Views : 502
  • Modified Date : 2019-11-21 17:53:27

    શિંજો આબે આજે જાપાનના સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન પદે બેસનાર રાજકારણી તરીકે ઇતિહાસ રચ્યો હતો. જોકે મિલિટ્રિને વધુ સશક્ત બનાવવા બંધારણીય સુધારો કરવા જેવા તેમના મહત્ત્વાકાંશી લક્ષ્યાંક હજુ પુરા થયા નથી. તેઓ  વડાપ્રધાન કાર્યાલયમાં તેમનો ૨૮૮૭મો દિવસ હતો. આમ તેમણે  આદર પાત્ર રાજકારણી બની ગયેલા તારો કતસુરાને પાછળ ધકેલી દીધા હતા. જેઓ ઈ.સ ૧૯૦૧થી ઇ.સ. ૧૯૧૩ સુધી ત્રણ વખત જાપાનના વડાપ્રધાન તરીકે રહ્યા હતા.જેમાં ૬૫ વર્ષના એબી ગ્રુપ ઓફ સેવનમાં જર્મનીના ચાન્સેલર  એન્જેલા મર્કેલ પછી સૌથી વધુ સમય સુધી આ પદ પર બેસનાર રાજકારણી બન્યા છે. આમ જર્મનીના ચાન્સેલર મર્કેલ ૨૦૦૫થી દેશના સર્વોચ્ચ હોદ્દા પર છે.આમ સત્તા પર તેમણે પોતાની પકડ ખૂબ મજબૂત બનાવી લીધી છે અને એટલા માટે જ તેઓ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી સત્તા ભોગવશે એવું લાગે છે. પણ હજુ સુધી તેમનો કોઇ ઉત્તરાધિકારી  બને એવું લાગતું નથી. જોકે તેમના એજન્ડાના કેટલાય કામ અધુરા છે.પરંતુ આબે  પાસે અનેક કામો બાકી છે. તેમના પ્રધાનમંડળમાં ફેરફાર કર્યા પછી તેમણે કહ્યું હતું કે નવું જાપાન બનાવવા તેઓ અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે. જેમાં આજે લાંબા સમયથી તેમની મહેચ્છાને  ફરીથી જાહેર કરી હતી કે જાપાનના બંધારણને યુધ્ધ પછીના બંધારણમાંથી બદલીને સ્વ-રક્ષણ દળ બનાવવું છે.પરંતુ વિરોધ પક્ષએ રિવિઝનમાં આગળ વધવાનો ઇનકાર કર્યો હતો અને તેમના મંત્રીમંડળના બે પ્રધાનોએ રાજીનામું આપતા તેમજ એક મંત્રી ક્રોનીઝમમાં સંડોવાતા એબીની આબરૂ પર કલંક લાગ્યો હતો. તેમની છબી ખરડાઇ હતી.એક અત્યંત મોંઘા ચેરી બ્લોસમની પાર્ટીમાં તેમના અનેક સમર્થકોને આમંત્રિત કરવા બદલ વિવાદનો સામનો કરી રહ્યા છે. જેના પરિણામે સરકારને વાર્ષિક કાર્યક્રમને આવતા વર્ષ પર મોકુફ રાખવાની ફરજ પડી હતી. પછી પત્રકારો સાથે વાચતીચ કરતાં તેમણે તાજા સૌભાંડ અંગેના સવાલો ટાળ્યા હતા. જે દર્શાવે છે કે તેઓ વાસ્તવિકતાથી દૂર ભાગી રહ્યા હતા.મેં જે વચનો આપ્યા હતા તે તમામને પુરા કરવા અનેક યોજના પર અમલ કરવા પ્રયાસો કરૂં છું. મારા દરરોજના પ્રયાસોના કારણે જ હું આજે આ જગ્યાએ બેઠો છું'એમ તેમણે કહ્યું હતું.લિબરલ ડેમોક્રટ્સ પાર્ટીના પ્રમુખ તરીકે તેમની પાસે હજુ બે વર્ષનો કાર્યકાળ છે. તે દરમિયાન તેઓ શ્રેષ્ઠ સેવા આપવા પ્રયાસ કરશે, એવું તેમણે કહ્યું હતું.


Download Our B K News Today App



Related News