અમેરિકાના ડેનવરમાં સ્કૂલમાં શૂટઆઉટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-08 11:25:20
  • Views : 528
  • Modified Date : 2019-05-08 11:25:20

અમેરિકાના કોલોરાડો રાજ્યના સબ-અર્બન વિસ્તાર ડેનવરની સ્કૂલમાં આજે થયેલા એક અંધાધૂધ ગોળીબારમાં એક વિદ્યાર્થીનું મોત થઈ ગયું છે જ્યારે 7 વિદ્યાર્થી ઘાયલ થયા છે. પોલીસે બે શંકાસ્પદ વ્યક્તિ કે જેમાં એક પુખ્ત વયનો અને એક સગીર વયનો પુરુષ છે તેની ધરપકડ કરી છે. આ શહેરમાં આવેલી STEM School HIghlands Ranchમાં લગભગ બપોરે 2.00 કલાકે અચાનક ગોળીબાર શરૂ થઈ ગયો હતો. આ સ્કૂલમાં 1800 બાળકો અભ્યાસ કરે છે. શૂટર્સ સ્કૂલના અંદર ઘુસી ગયા હતા અને જ્યાં વિદ્યાર્થીઓ ટોળે વળીને ઊભા હતા તેમના પર અચાનક ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેમાં '7 વિદ્યાર્થી ઘાયલ થયા છે. બે શૂટર્સને કસ્ટડીમાં લઈ લેવાયા છે. SWAT અત્યારે સ્કૂલ ખાલી કરાવી રહી છે. વિદ્યાર્થીઓને બસમાં બેસાડીની નોર્થરિજ રિકવરી સેન્ટર ખાતે લઈ જવાયા છે. વાલીઓને શાંતી જાળવવા અપીલ છે. ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીઓને નજીકની હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે.'

Download Our B K News Today App



Related News