સેન્સેક્સ 38 અંક ઉપર 39058 પર બંધ, યસ બેન્કના શેરમાં 11% ઉછાળો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-25 18:10:49
  • Views : 470
  • Modified Date : 2019-10-25 18:10:49

શેરબજાર શુક્રવારે સમગ્ર દિવસના ઉતાર-ચઢાવ બાદ વધારા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 37.67 અંક વધી 39,058.06 પર બંધ થયો હતો. ઈન્ટ્રા-ડેમાં તે 39,241.61ના ઉચ્ચ અને 38,718.27ના નીચલા સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટીનું ક્લોઝિંગ 1.30 અંકના વધારા સાથે 11,583.90 પર થયું હતું. કારોબાર દરમિયાન તે 11,646.90ના ઉચ્ચ અને 11,490.75ના નીચલા સ્તરે પહોંચ્યો હતો.જોકે ઈન્ડેક્સના મોટા ભાગના શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સના 30માંથી 19 અને નિફ્ટીના 50માંથી 26 શેરમાં નુકસાન જોવા મળ્યું હતું. ઈન્ફ્રાટેલ 7 ટકા ઘટ્યો. ટેક મહિન્દ્રામાં 2.6 ટકા ઘટાડો જોવા મળ્યો. એચસીએલ ટેક 1.5 ટકા નીચે આવ્યો. કોટક બેન્ક, ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 0.7 ટકાથી 1 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.બીજી તરફ ઈન્ફોસિસના શેરમાં 2.3 ટકા ઉછાળો આવ્યો. એસબીઆઈ અને આઈટીસીમાં 2-2 ટકા તેજી આવી. આઈસીઆઈસીઆઈ બેન્ક 1.9 ટકા અને મારૂતિનો શેર 0.8 ટકા ચઢ્યો. બજાજ ફાઈનાન્સ, યસ બેન્ક, ટાટા સ્ટીલ અને એચડીએફસી બેન્કમાં 0.6 ટકાથી 0.7 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે.

Download Our B K News Today App



Related News