ધરોઈ જળાશય યોજનાના કૌભાંડમાં સનસનીખેજ ખુલાસો, સરકાર તરફથી અપાતી લાખોની સબસિડી ચાઉ .

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-15 11:54:43
  • Views : 538
  • Modified Date : 2023-03-15 11:54:43

સાબરકાંઠાના વડાલીમાં મત્સ્યોદ્યોગ કમિશનર નીતિન સાંગવાન પર હુમલા મામલે પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા હતા. ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે અન્ય 2 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. હજુ સુધી મત્સ્ય વિભાગ તરફથી ઠોસ કાર્યવાહીનો અભાવ જોવા મળી રહ્યો છે. હુમલા પાછળ કરોડોનું કૌભાંડ જવાબદાર હોવાનો ખુલાસો છે. આ મામલે VTVની ટીમે જીવના જોખમે રિયાલિટી ચેક કર્યું હતું. સાબરકાંઠામાં મત્સ્ય ઉદ્યોગ કમિશનર પર હુમલા મામલે VTVની ટીમે રિયાલિટી ચેક કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. કમિશનર પર હુમલા પાછળ કરોડોનું કૌભાંડ જવાબદાર હોવાનો ખુલાસો થયો છે. ધરોઈ જળાશય યોજનાનું કૌભાંડ બહાર આવતા અટકાવવા માટે આ હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે. એટલે કે કરોડોનું કૌભાંડ સામે ન આવે તે માટે નીતિન સાંગવાન પર હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે, જળાશયમાં મત્સ્ય ઉદ્યોગમાં કેઝ સિસ્ટમમાં કરોડોનું કૌભાંડ થયું છે. મત્સ્ય ઉદ્યોગની મંડળીના સભ્યોએ સરકાર તરફથી અપાતી સબસિડીનું કૌભાંડ આચર્યું છે. સરકાર તરફથી અપાતી સબસીડી ચાઉ કરી જવાનું કૌભાંડ થયું છે. આપને જણાવી દઈએ કે, સરકાર મત્સ્ય ઉદ્યોગ માટે લાખો રૂપિયાની સબ્સિડી આપે છે. ત્યારે ધરોઈમાં 10 હજાર કેઝ (બ્લોક)ની સબ્સિડી ફાળવવામાં આવી છે. જેમાં સરકાર તરફથી એક કેઝમાં 3 લાખની સબ્સિડી ફાળવવામાં આવી છે.ધરોઈ ડેમમાં માત્ર 1 હજાર જેટલા બ્લોકમાં જ મત્સ્ય ઉદ્યોગ કાર્યરત છે. બાકીના 4 હજાર બ્લોક ખાલી છે, જ્યારે 5 હજાર બ્લોક ઉપલબ્ધ જ નથી. રિયાલિટી ચેકમાં મત્સ્ય ઉદ્યોગ કમિશનર પર હુમલો કૌભાંડ દબાવવા કરાયો હોવાનું ખૂલ્યું છે.  ગુજરાતના અન્ય જળાશયોમાં પણ આવા કૌભાંડની આશંકા છે. IAS અધિકારી નીતિન સાંગવાનને સાબરકાંઠા જિલ્લાના ધરોઈ ડેમમાં ગેરકાયદેસર રીતે માછલી પકડવાનું કામ ચાલી રહ્યું હોવાની જાણકારી મળી હતી. જેથી તેઓ પોતાના કેટલાક સાથીદારોની સાથે સાબરકાંઠાના વડાલી ગામમાં પહોંચ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, અહીં કેટલાક લોકો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.DSP વાઘેલાએ કહ્યું હતું, આ હુમલામાં નીતિન સાંગવાનને ઈજાઓ થઈ હતી. આ ગુનામાં 5 શખ્સો સામે નામ જોગ ફરિયાદ નોંધાઈ હતી. જેમાંથી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે હુમલો કરનાર નિલેશ ગમાર, દિલીપ પરમાર અને વિષ્ણુભાઈ ગમારને ઝડપી પાડી તેઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણેય આરોપીઓનાં 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 

 

Download Our B K News Today App



Related News