સૂકીભઠ નદીમાં પાણી જોઈ લોકો લોંગ ડ્રાઇવની મજા માણવા લાગ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-19 15:24:23
  • Views : 463
  • Modified Date : 2023-01-19 15:24:23

રણ માટે જાણીતા સાઉદી અરેબિયામાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. સાઉદી અરેબિયામાં સૌથી લાંબી નદી વૈલી વાદી અલ-રુમ્માહમાં પૂર આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી સુકાયેલી નદીમાં પૂરનાં પાણી આવતાં આરબોએ આ આફતને અવસરમાં પલટી દીધી. આ વિસ્તાર 600 કિલોમીટર જેટલો મોટો છે, જ્યાં સતત બે સપ્તાહથી ભારે વરસાદને કારણે પૂર આવ્યું છે. હવે પરિસ્થિતિ એવી બની છે કે રણ વચ્ચેથી પસાર થતી આ સૌથી લાંબી સૂકાઈ ગયેલી નદીમાં પૂરનાં પાણી આવ્યાં છે, જ્યાં કેટલાક લોકો બોટિંગ કરતા નજરે પડે છે તો કેટલાક લોકોએ પાણીના વહેણ વચ્ચેથી લોન્ગ ડ્રાઈવની મજા માણી હતી. રેગિસ્તાનની વચ્ચેથી પસાર થતા પૂરનાં આકાશી દૃશ્યો જોવા લોકોની ભીડ ઊમટી પડી હતી.

Download Our B K News Today App



Related News