વૈજ્ઞાનિકોએ નર કોષોમાંથી ઉંદર બનાવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-10 16:36:53
  • Views : 469
  • Modified Date : 2023-03-10 16:36:53

બાળકો પેદા કરવા માટે શું નર અને માદાનું હોવું જરૂરી છે. દુનિયાભરના જીવોની મોટાભાગની પ્રજાતિઓમાં આ રીતે રિપ્રોડક્શન થાય છે. નરના સ્પર્મ અને માદાના ઈંડાથી ભ્રૂણ બને છે અને થોડા સમય બાદ બાળક પેદા થાય છે. પરંતુ વૈજ્ઞાનિકોએ એવી ટેક્નીક શોધી કાઢી છે જેનાથી હવે બાળકો પેદા કરવા માટે માદાઓની જરૂર નહીં પડે. 

હાલમાં જ વૈજ્ઞાનિકોએ બે નર ઉંદરોના શરીરના કોશોને કાઢીને તેનાથી ઈંડુ બનાવ્યું બાદમાં નર ઉંદરના સ્પર્મ અને ઈંડાને મિક્ષ કરીને ઉંદર બનાવ્યું છે. 

એટલે ભવિષ્યમાં આ મનુષ્યો માટે ફાયદાકારક છે. તો જો કોઈ નર વ્યક્તિ એકલો બાળકનો ઉછેર કરવા માંગે છે તો તે આ કરી શકે છે. સમલૈગિંક કપલ માટે તેનાથી ફાયદો થશે. 

આ ટેક્નીકથી એ મહિલાઓને ભવિષ્યમાં માતા બનવાથી આઝાદી મળશે જેમનું સ્વાસ્થ્ય તેમને ગર્ભધારણ કરવાની પરવાનગી નથી આપતું. અથવા એ લોકોને જે નપુંષકતા સામે ઝઝુમી રહ્યા છે. 

કુલ મળીને આ ટેક્નીકથી પ્રજનન સંબંધી બિમારીઓની સારવાર સરળતાથી થઈ શકશે. સેમ-સેક્સ કપલને પોતાનું બાયોલોજીકલ બાળક મળી શકશે. 

જાપાનના ક્યૂશૂ યુનિવર્સિટીના સંશોધકોએ કાત્શુહિકો હાયાશીએ જણાવ્યું કે તે અને તેમની ટીમ મળીને પહેલી વખત સ્તનધારી ઉસાઈટ્સ બનાવી રહ્યા છે. તે પણ નર કોષોથી. 

કાત્શુહિકો હાયાશી આખી દુનિયામાં આર્ટિફિશિયલ સ્પર્મ અને ઈંડા બનાવવા માટે પ્રસિદ્ધ છે. તેમણે આ રિપોર્ટ લંડનમાં 7 માર્ચે ઈન્ટરનેશનલ સમિટ ઓન હ્યુમન જિનોમ એડિટિંગમાં રજૂ કર્યો હતો. 

કાત્શુહિકો હાયાશીએ જણાવ્યું કે નર કોષોની મદદથી અમે ઈંડુ બનાવ્યું છે. પરંતુ નર મનુષ્યોની કોશિકાઓથી ઈંડુ બનાવવામાં ઓછામાં ઓછો એક દશક એટલે કે 10 વર્ષનો સમય લાગશે. આ ભવિષ્યમાં લેબમાં વ્યક્તિના ઈંડા બનાવી લેશે. 

પરંતુ મહિલાઓના કોષોથી તેને બનાવવામાં ઘણો સમય લગી શકે છે. હાલ જે ઉંદર બનાવવામાં આવ્યો છે તેના બે બાપ છે. એટલે કે બે બાયોલોજીકલ ફાધર. તેણે તેને પેદા કર્યો છે. 

કાત્શુહિકો હાયાશી અને તેમની ટીમ હવે આ પ્રયોગ વ્યક્તિના કોષો પર શરૂ કરી ચુક્યા છે. હાયાશી કહે છે કે ટેક્નીકની રીતે વ્યક્તિના કોષોથી માદા એટલે કે મહિલાની મદદ વગર બાળકો પેદા કરવામાં ઓછામાં ઓછા 10 વર્ષ લાગી જશે. 

ક્લીનિકલી તેને સુરક્ષિત બનાવવાની ટેક્નીક બનાવવામાં સમય લાગશે. આ શોધ જો સફળ સાહિત થશે તો ફક્ત વૈજ્ઞાનિકો જ નહીં પરંતુ આખા સમાજને ફાયદો થશે. 

આ ટેક્નીકથી ભવિષ્યમાં એ મહિલાઓની સારવાર પણ થઈ શકશે. જે ટર્નર સિંડ્રોમથી પીડિત છે. એટલે કે તેમના શરીમાં એકસ ક્રોમોસોમની એક કોપી ગુમ હોય છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના ડીન પ્રો. જોર્જ ડેલીએ કહ્યું કે હાયાશીની ટેક્નીક કમાલની છે. 

પરંતુ લેબમાં નર વ્યક્તિના કોષોથી ઈંડા બનાવવા સરળ નથી. આ ઉંદરમાં સરળ હતું. કારણ કે વ્યક્તિની વિશિષ્ટ ગેમેટોજેનેસિસની પ્રક્રિયાને વૈજ્ઞાનિક હજુ સુધી સમજી નથી શક્યા. 

નરની ત્વચામાંથી કોષો લેવામાં આવ્યા. તેને રીપ્રોગ્રામ કરીને સ્ટેમ-સેલ જેવી સ્થિતિમાં પહોંચાડવામાં આવ્યા. આ ઈન્ડ્યુસ્ડ પ્લૂરીપોટેન્ટ સ્ટેમ કોષિકા બની શકે. ત્યાર બાદ તેમાંથી વાય ક્રોમોસોમ્સને હટાવી દેવામાં આવ્યું. તેમાં બીજા નરમાંથી લેવામાં આવેલા એકસક્રોમોસોમ્સને આઇપીએસ કોષોમાં નાખવામાં આવ્યું. 

હવે આ બે એકસ ક્રોમોસોમ્સ હતા. તેમાંથી સૌથી મુશ્કેલ હતું X ક્રોમોસોમ્સનું ડુપ્લીકેટ બનાવવું. પરંતુ હાયાશીની ટીમે આ કમાલ કરી દીધો. ત્યાર બાદ આ કોષિકાઓને ઓવરી ઓર્ગેનોયડમાં વિકસિત કરવા માટે મુકવામાં આવી. ઓવરી ઓર્ગેનોયડ એક કલ્ચર સિસ્ટમ છે. જે કોષિકાઓને રેપ્લેકેટ કરવામાં મદદ કરે છે. 

ત્યાર બાદ આ ઈંડામાં બદલાઈ ગયું. પછી તેમાં સામાન્ય સ્પર્મ નાખીને 600 ભ્રૂણ બનાવવામાં આવ્યા. ત્યાર બાદ તેમને સેરોગેટ ઉંદરની અંદર મુકવામાં આવ્યા. તેનાથી સાત ઉંદરના બાળકો પેદા થયા. દરેક નવજાત ઉંદર સ્વસ્થ્ય છે. 

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં લેબમાં કામ કરનાર પ્રો. એમેન્ડર ક્લાર્કે કહ્યું કે હાયાશીએ મોટુ પગલું ભર્યુ છે. જે દિવસ તે આ કામ મનુષ્યો સાથે કરવામાં સફળ થઈ જશે. તે ભવિષ્ય બદલી નાખશે. પરંતુ હજુ પણ મહિલાઓના કોષોમાંથી લેબમાં કોષો નથી બનાવવામાં આવ્યા. 

એટલે પુરૂષોમાં તો થોડો વધારો સમય લાગી શકે છે. વૈજ્ઞાનિક વ્યક્તિના ઈંડાના શરૂઆતી ચરણને લેબમાં બનાવી ચુક્યા છે. પરંતુ તે એક સ્ટેજ બાદ વિકસિત નથી થઈ રહ્યા. વૈજ્ઞાનિક એક બોટલનેક સિચુએશનમાં ફસાયેલા છે. આ એક પડકાર એન્જિનિયરિંગથી સંબંધિત છે. પરંતુ 10થી 20 વર્ષમાં આ કામ પણ થઈ જશે

Download Our B K News Today App



Related News