સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ સલમાને વેક્સિનનો પહેલો ડોઝ લીધો, 3 દિવસમાં 5 લાખ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-26 12:43:44
  • Views : 353
  • Modified Date : 2020-12-26 12:43:44

    સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ સલમાને શુક્રવારે કોરોનાની વેક્સિન લીધી. શુક્રવારે તેમને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો. સાઉદી અરબના સ્વાસ્થ્ય મંત્રાલયે ક્રાઉન પ્રિન્સની તસવીર અને વીડિયો શેર કર્યો છે. ખાડીના આ દેશમાં ગત મંગળવારે જ કોરોના વેક્સિનેશન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.સાઉદી અરબના સ્વાસ્થ્ય મંત્રી તવકિફ અલ રાબિયાએ ક્રાઉન પ્રિન્સની આ પહેલ માટે આભાર માન્યો છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, ક્રાઉન પ્રિન્સ વેક્સિનેશન કાર્યક્રમ અંગે ઘણા ઉત્સાહિ હતા અને આ વિશે મંત્રાલય સાથે સતત માહિતી લેતા રહ્યાં જેથી સાઉદી અરબના નાગરિકો અને રહેવાસીઓને કોરોનાની રસી આપી શકાય.

    સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં પ્રિન સલમાન હસીને રસી લેતા નજરે પડે છે. વેક્સિન લગાવ્યા પછી ડોક્ટર્સની એક ટીમ તેમની પર નજર રાખી રહી છે. મહત્વનું છે કે સાઉદી આરબમાં કોરોનાની વેક્સિન લેવા માટે 3 દિવસમાં 5 લાખ લોકો રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યાં છે.સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, સરકારે સાઉદી અરબના નાગરિકોને રેકોર્ડ ટાઈમમાં સુરક્ષિત અને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત રસી ઉપલબ્ધ કરાવવા માટે સતત કામ કર્યું છે. સ્વાસ્થ્ય મંત્રી તવકિફ અલ રાબિયાએ કહ્યું કે, સાઉદી અરબમાં આ મહામારીની શરૂઆત પછીથી જ આની સામે પહોંચી વળવામાં જે સફળતા મળી છે તે સરકારની નીતિઓનું પરિણામ છે. આ નીતિ અમારા વિઝન 2030નો જ વિસ્તાર છે.

Download Our B K News Today App



Related News