અંતરિક્ષમાં વધતો ટ્રાફિક, બે સેટેલાઈટ વચ્ચે થઈ ટક્કર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-04 16:58:51
  • Views : 747
  • Modified Date : 2019-09-04 16:58:51

અંતરિક્ષમાં બે સેટેલાઈટ વચ્ચે સ્હેજમાં જ ટક્કર થતી રહી ગઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

સંદેશા વ્યવહાર અને બીજા કારણોસર હવે સેટેલાઈટનો ઉપયોગ વધી ગયો છે. અત્યાર સુધીમાં સંખ્યાબંધ દેશો સેંકડો સેટેલાઈટ લોન્ચ કરી ચુક્યા છે. જેનાથી અંતરિક્ષમાં પણ ટ્રાફિક વધી ગયો છે.

દરમિયાન જે બે સેટેલાઈટ એક બીજા સાથે ટક્કરની નજીક પહોંચી ગયા હતા તે પૈકી એક સેટેલાઈટ અમેરિકન કંપની સ્પેસ એક્સનો હતો અને બીજો યુરોપિયન સેટેલાઈટ યુરોપિયન એજન્સીનો હતો.

બંને એક જ ભ્રમણકક્ષામાં આવી ગયા હોવાથી તેમની વચ્ચે ટક્કર નિશ્ચિત હતી.આ સંજોગોમાં અમેરિકન કંપની સ્પેસએક્સે પોતાના સેટેલાઈટનો રસ્તો બદલવાનો ઈનકાર કરી દીધો હોવાનો આરોપ યુરોપિયન એજન્સીનો છે.એજન્સીનુ કહેવુ છે કે, એ પછી અમારા સેટેલાઈટનો રસ્તો બદલવાની અમને ફરજ પડી હતી.

સ્પેસએક્સ કંપની અમેરિકન ઉદ્યોગપતિ એલન મસ્કની છે.જે પોતાના સેટેલાઈટ થકી દુનિયાભરમાં મફત ઈન્ટરનેટ સેવા પહોંચાડવા માગે છે. સ્પેસ એક્સ કંપનીએ આ ઘટના અંગે કહ્યુ છે કે, શરુઆતમાં ટક્કર થવાની શક્યતા નહોતી. જોકે એક બગના કારણે સેટેલાઈટ ઓપરેટર યુરોપિયન એજન્સીનો મેસેજ નહોતો વાંચી શક્યો. હવે આ મામલાની કંપની તપાસ કરી રહી છે

Download Our B K News Today App



Related News