સ્પેનમાં એક દિવસમાં સૌથી વધુ 688 લોકોના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-24 15:15:33
  • Views : 625
  • Modified Date : 2020-05-24 15:15:33

સ્પેનમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 688 લોકોના મૃત્યુ થયા છે. ત્યારે, 1787 નવા કેસ સામે આવ્યા છે. આ છેલ્લા છ દિવસમાં એક દિવસનો સૌથી મોટો આંકડો છે. આ પહેલા સાત દિવસમાં કુલ 619 મોત થઇ ચુક્યા છે.વિપક્ષ પાર્ટી ફાર-રાઇટ વૉક્સે સરકાર સામે વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધો છે. વિપક્ષ પાર્ટી સરકાર વિરુદ્ધ કાર રેલી દ્વારા પ્રદર્શન કરી રહી છે. રાજધાની મેડ્રિડમાં પ્રદર્શનકર્તાઓએ પોતાની કાર ઉપર સ્પેનિશ ઝંડા લહેરાવ્યા અને વડાપ્રધાન પેડ્રો સેન્ચેજને રાજીનામું આપવાની માંગણી કરી છે. લોકો હોર્ન વગાડીને સોશિયલ ડિસ્ટેન્સનું પાલન કરતા લોકડાઉનનો વિરોધ કરી રહ્યા છે. સ્પેને 14 માર્ચના રોજ યૂરોપમાં અન્ય દેશની સરખામણીમાં વધારે કડક પ્રતિબંધ રાખવામાં આવ્યા હતા. આવ્યુ છે. પરંતુ શનિવારે ફાર-રાઇટ વૉક્સ પાર્ટીના પ્રદશનકર્તાઓએ સરકારને લોકડાઉન હટાવવા માટેની માંગણી કરી હતી. તેમણે કહ્યુ કે લોકડાઉનથી નોકરીઓ અને અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર પડી રહી છે. સ્પેનમાં 11મી મેના રોજ લોકડાઉન ખોલવામાં આવ્યું હતુ. જેના કારણે બાર, રેસ્ટોરન્ટ ખોલવામાં આવ્યા હતા. એક ગ્રુપમાં મહત્તમ 10 લોકોને  મુલાકાત કરવાની પરવાનગી આપી દેવામાં આવી હતી. લોકડાઉન ખોલ્યા બાદ સ્પેનમાં ત્રીજીવાર એક દિવસમાં 1500થી વધારે કેસ સામે આવ્યા છે. સ્પેનમાં અત્યાર સુધી 2,81,904 કેસ સામે આવી ચુક્યા છે. 28,628 મૃત્યુ થયા છે. દુનિયાના ટોપ 10 કોરોના પ્રભાવિત દેશોમાં અમેરિકા હજુ પણ સૌથી ઉપર છે. આ યાદીમાં યૂરોપના છ અને મધ્ય-પૂર્વના બે દેશ સામેલ છે. રશિયા સૌથી વધારે કોરોના પ્રભાવિત દેશોમાં બીજા સ્થાને છે. 24 કલાકમાં રશિયા અને બ્રાઝીલમાં ટક્કર રહી. ત્યારબાદ 3,35,882 કેસ સાથે બ્રાઝિલ રશિયાથી આગળ નીકળી ગયુ. રશિયામાં 3,388 મૃત્યુ થયા છે. અહીં એક દિવસમાં સૌથી વધારે 150 મૃત્યુ પણ થયા છે. રશિયામાં મૃત્યુ દર અન્ય સૌથી વધારે સંક્રમિત દેશ કરતા ઓછો છે. રશિયામાં લોકો લક્ષણ જોવા મળતા જ સારવાર લઇ રહ્યા છે જેના કારણે મૃત્યુ દર ઘટાડી શકાયો છે.

Download Our B K News Today App



Related News