દેશની સૌથી પ્રદૂષિત નદીઓમાં સાબરમતી નદી બીજા સ્થાન પર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-02-04 16:39:08
  • Views : 132
  • Modified Date : 2023-02-04 16:39:08

ભારતમાં નદીને 'માતા' તરીકે પૂજવામાં આવે છે.  નદીઓને લોકમાતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. દેશ અને રાજ્યોની નદીઓમાં થઈ રહેલા પ્રદુષણોને લઈને તંત્ર દ્વારા નદીઓના શુદ્ધિકરણના કાર્યક્રમો ચલાવવામાં આવે છે પરંતુ માત્ર કાગળ પર જ નદીઓની સફાઈ થઈ હોવાનું કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિપોર્ટથી ફલિત થયું છે. આ રિપોર્ટ પ્રમાણે દેશની સૌથી પ્રદૂષિત નદીમાં બીજા નંબરે સાબરમતી નદી છે.

એકતરફ, સાબરમતી નદીના શુદ્ધિકરણની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે. સાબરમતી નદીને લઇ સીપીસીબીના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સાબરમતી નદી દેશની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી હોવાનો ઉલ્લેખ થયો છે. સાબરમતી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ થયો છે. ગુજરાતની સાબરમતી નદી 292 મિલિગ્રામ પ્રતિ લિટરના બીઓડી સાથે બીજા ક્રમે આવી છે. રાજ્યમાં જે 12 નદીઓ પ્રદૂષિત છે તેમાં સાબરમતી મોખરે છે. નિષ્ણાંતો અનુસાર ગુજરાતમાં નદીઓ પ્રદુષિત થવાનું મુખ્ય કારણ ઉદ્યોગો છે.

માત્ર સાબરમતી નદી જ નહી એ સિવાય આ રિપોર્ટમાં ગુજરાતની અન્ય 12 નદીઓનો પણ સમાવેશ થયો છે. જેમાં, ભાદર, જેતપુર (258.6 I), અમલખાડી સાથે, અંકલેશ્વર, (49.0 I), ભોગાવો, સુરેન્દ્રનગર (6.0 V), ભુખી ખાદી, વાગરા (3.9 V), દમણગંગા કાચીગાંવ અને ચાણોદ (5.3 V), ધાદર, કોઠાડા (33.0 I), ખારી, લાલી ગામ (195.0 I), માહી કોટના, મુજપુર (12.0 III), મિંધોલા , સચિન (28.0 II), શેઢી, ખેડા (6.2 IV), તાપી , નિઝર (3.4 વી), વિશ્વામિત્રીનો સમાવેશ થયો છે.

એક બાજુ ગંગા, યમુના પવિત્ર કરવા માટે એક મોટી લડાઈ કેન્દ્ર સરકારે ઝુંબેશ સાથે ઉપાડીને સારું કામ કરે છે. રોજે રોજ અધિકારીઓને અપડેટ આપવી પડે છે. પીએમઓ ઓફિસ ખુબ ગંભીરતાથી મોનિટરિંગ કરી રહી છે તો પછી ગુજરાત સરકાર કેમ ના કરી શકે? કેન્દ્ર સરકારે એક આખુ નવું મંત્રાલય આના માટે બનાવ્યું છે અને આપણાં ગુજરાતમાં આપણી નદીઓ માટે સરકાર કેમ ગંભીર નથી?

એક તરફ કરોડોના ખર્ચે નદીઓના શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યાં છે સાબરમતિ નદીના શુદ્ધિકરણની વાતો થઈ રહી છે ત્યારે સીપીસીબી રિપોર્ટમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. નદીઓમાં વધી રહેલા પ્રદુષણને અટકાવવા માટે ઑગસ્ટ 2021માં ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો કરી હતી. સાબરમતીની ઇકોલોજીકલ સ્થિતિ ફક્ત ખરાબથી વધુ ખરાબ થઈ ગઈ છે. સાબરમતી છેલ્લાં પાંચ વર્ષમાં જીવાદોરી બનવાની વાત તો દૂર રહી પણ હવે તે ભારતની બીજા ક્રમની સૌથી પ્રદૂષિત નદી બની ગઈ છે.

સીપીસીબીના રિપોર્ટમાં પછી જાણે પ્રદુષણના કડક કાયદાઓ ફક્ત ફાઈલોમાં જ રહ્યાં છે અને અધિકારીઓ આ કાયદાને ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે. આપણા દેશમાં નદીઓને લોકમાતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને પ્રદુષણના પાપીઓએ માતા સમાન નદીઓને કલંક લાગે છે. અધિકારીઓ ખિસ્સા ભરે છે અને મંત્રીઓને કંઈ પડી નથી. તો આપણે કેવી રીતે બચાવીશું આપણી સંસ્કૃતિ, પર્યાવરણ? મોટી મોટી વાતો કરવાથી પર્યવરણ નહી બચે.

Download Our B K News Today App



Related News