રશિયાની સ્કૂલમાં ગોળીબાર,હુમલાખોરની આત્મહત્યા

  • Published By :
  • Published Date : 2022-09-26 16:19:48
  • Views : 268
  • Modified Date : 2022-09-26 16:19:48

મોસ્કોઃ રશિયાની એક સ્કૂલમાં ગોળીબાર થયો છે. તેમાં 9 વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે. જ્યારે 20થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. દેશના મંત્રાલયે ટેલિગ્રામ પર જણાવ્યું છે કે, મધ્ય રશિયાના ઇઝેવસ્ક શહેરમાં એક શાળામાં ગોળીબાર કરવામાં આવ્યા બાદ ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા છે અને લગભગ 20 લોકો ઘાયલ થયા છે.આ ઉપરાંત વધુમાં જણાવ્યુ હતુ કે, તેમને ઇઝેવસ્ક શહેરમાં શાળા નંબર 88માં ગોળીબાર મામલે મેસેજ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જે વ્યક્તિએ સ્કૂલમાં ગોળીબાર કર્યો હતો તે મૃત હાલતમાં મળી આવ્યો છે. તેણે 6 વિદ્યાર્થીઓના જીવ લીધા છે અને 20 વિદ્યાર્થી ઘાયલ થયા છે. રશિયાના અધિકારીના જણાવ્યા પ્રમાણે, મૃતકોમાં બે શિક્ષક અને બે સિક્યોરિટી ગાર્ડનો સમાવેશ થાય છે. હાલ અન્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ ઓપરેશન કર્યુ હતુ.

હુમલાખોરે આત્મહત્યા કર્યાની ચર્ચા


રશિયાની તપાસ સમિતિએ એક નિવેદનમાં કહ્યુ હતુ કે, ઇજાગ્રસ્તોમાં શાળાના પાંચ બાળકો, બે શિક્ષક સહિત બે સુરક્ષા ગાર્ડનો સમાવેશ થાય છે. મહત્ત્વનું છે કે, હુમલાખોરે હુમલો કર્યા પછી પોતે આત્મહત્યા કરી હતી તેવું ચર્ચાઈ રહ્યુ છે. ન્યૂઝ એજન્સી RIAના એક અહેવાલ પ્રમાણે, ગર્વનરે જણાવ્યુ હતુ કે એક અજાણ્યો શખ્સ શાળામાં ઘૂસ્યો હતો અને તેણો સિક્યોરિટી ગાર્ડને મારી નાંખ્યો હતો.


પહેલાં પણ આવી અનેક ઘટના બની

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણાં સમયમાં શાળામાં ફાયરિંગ કરવાની અનેક ઘટના બની છે. વર્ષ 2021માં કઝાનમાં એક શખ્સે સ્કૂલમાં ગોળીબાર કરી સાત વિદ્યાર્થીઓને મારી નાંખ્યા હતા. તો એપ્રિલમાં મધ્ય ઉલ્યાનોવસ્ક વિસ્તારમાં એક શખ્સે કિંટરગાર્ડનમાં શિક્ષક સહિત બાળકની હત્યા કરી હતી અને ત્યારબાદ પોતે આત્મહત્યા કરી લીધી હતી.

Download Our B K News Today App



Related News