રશિયાના અબજોપતિએ 4000 રૂપિયાનું બર્ગર ખાવા 2 લાખ રૂપિયામાં હેલિકોપ્ટર બુક કરાવી 725 કિમી ટ્રાવેલ કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-07 12:49:37
  • Views : 417
  • Modified Date : 2020-12-07 12:49:37

    મનપસંદ ભોજન કરવા માટે શહેરના એક ખૂણેથી બીજી જગ્યાએ જવામાં કોઈ મોટી વાત નથી, પરંતુ હદ તો ત્યારે થઇ ગઈ જ્યારે રશિયાના અબજોપતિએ બર્ગર ખાવા માટે 725 કિમીનો સફર કર્યો. આ અબજોપતિએ 4000 હજાર રૂપિયાનું બર્ગર ખાવા માટે 2 લાખ રૂપિયામાં હેલિકોપ્ટર બુક કરાવ્યું. રશિયાના મોસ્કોમાં રહેતા 33 વર્ષીય અબજોપતિ વિક્ટર માર્ટીનોવ ગર્લફ્રેન્ડ સાથે યુરોપમાં આવેલા આઈલેન્ડ ક્રેમિઅન પર વેકેશન માણવા ગયો હતો. ત્યાં બંનેને લોકલ ફૂડ ના ભાવ્યું તો તેઓ એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર હેલિકોપ્ટરમાં સફર કરીને બર્ગર ખાવા પરત આવ્યા.વિક્ટર માર્ટીનોવે કહ્યું કે, હું અને મારી ગર્લફ્રેન્ડ ઓર્ગેનિક ફૂડ ખાઈને કંટાળી ગયા હતા અમારે મોસ્કોનું નોર્મલ ફૂડ ખાવું હતું. ક્રેમિઅન આઈલેન્ડ પર ક્યાય મેકડોનલ્ડસ નથી અને અમને હેમબર્ગર ખાવાની બહુ જ ઈચ્છા થઇ હતી.


    આથી અમે હેલિકોપ્ટર બુક કરાવી રશિયાના ક્રાસ્નોડોર શહેરમાં લેન્ડ કર્યું. આઈલેન્ડથી આ શહેર સુધીનું અંતર આશરે 350 કિમી છે પણ તેમણે હેલિકોપ્ટરમાં રાઉન્ડ ટ્રિપમાં 725 કિમીનો સફર માત્રને માત્ર બર્ગર ખાવા માટે કર્યો.


Download Our B K News Today App



Related News