રશિયા પર મહામારીથી થયેલા મોતનો આંકડો છુપાવવાનો શક, WHOએ કહ્યું- એસ્ટ્રાજેનિકા વેક્સિનને હાલ નકારશો નહિ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-09 12:35:24
  • Views : 373
  • Modified Date : 2021-02-09 12:35:24

    વિશ્વમાં કોરોનાના દર્દીઓનો આંકડો 10.69 કરોડથી વધુ થઈ ગયો છે. 7 કરોડ 88 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 23 લાખ 35 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડો www.worldometers.info/coronavirus મુજબનો છે. મહામારીથી થયેલા મોતને લઈને ચીન પછી હવે રશિયા પણ શકના ઘેરમાં આવી ગયું છે. એક એજન્સીએ જે નવા આંકડાઓ બહાર પાડ્યા છે, તેમાં રશિયાની સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓની સરખામણીમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા વધુ છે.

    રશિયામાં કોવિડ-19થી મૃત્યુ પામનારાઓ તેનાથી વધુ હોઈ શકે છે. જે સરકારે બહાર પાડ્યા છે. તે મુજબ રશિયામાં ગત એપ્રિલથી ડિસેમ્બરની વચ્ચે કુલ 1 લાખ 62 હજાર 429 લોકોના મોત થઈ ચૂક્યા છે. જોકે રશિયાની સરકારે સોમવારે જે આંકડાઓ આપ્યા, તે મુજબ દેશમાં અત્યાર સુધીમાં કુલ 77 હજાર 68 લોકોના મોત સંક્રમણથી થયા છે. જ્યારે જોન હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા મુજબ, રશિયામાં અત્યાર સુધીમાં કુલ 75 હજાર 828 લોકોના મોત વાઈરસથી થયા છે.

    WHOએ કહ્યું છે કે મહામારીની વિરુદ્ધના જંગમાં એસ્ટ્રાજેનિકા વેક્સિન મહત્વનો રોલ નિભાવી શકે છે. સંગઠનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે સાઉથ આફ્રિકાએ તેને નવા વેરિઅન્ટની વિરુદ્ધ નબળો કરાર આપતા તેના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. WHOએ કહ્યું- આ સંપૂર્ણ રીતે ઉતાવળીયો નિર્ણય છે. આટલા પ્રાઈમરી સ્ટેજમાં વેક્સિનને નકારી ન શકાય. એમ કહેવાઈ રહ્યું છે કે 65 વર્ષથી વધુ ઉંમરના લોકો પર તે સાફળ સાબિત થઈ નથી.

    આક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિનને લઈને એક સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. એવું જાણવા મળ્યું છે કે વેક્સિન કોરોનાના નવા સ્ટ્રેન પર વધુ અસરકારક નથી. વૈજ્ઞાનિકોએ રિપોર્ટમાં વેક્સિનને નિરાશાજનક ગણાવી છે. તે પછી સાઉથ આફ્રિકાની સરકારે વેક્સિનના સપ્લાય પર પ્રતિબંધ લગાવી દીધો છે.

    અહીંના સ્વાસ્થ્ય મંત્રી જવેલી માખિસે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે એસ્ટ્રાજેનેકા તરફથી સાઉથ આફ્રિકાને 10 લાખ ડોઝ મળી ચૂક્યા છે. વેક્સિનેશનની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે, જોકે વૈજ્ઞાનિકોની સ્ટડી પછી આગળના સપ્લાયને હોલ્ડ કરવામાં આવ્યો છે. જ્વેલીએ જણાવ્યું કે સાઉથ સાફ્રિકામાં 90 ટકા કેસ કોરોનાના નવા સ્ટ્રેનના છે. એવામાં જો વેક્સિન જ અસરકારક નહિ હોય તો તેને લેવાનો ફાયદો નથી.ફ્રાન્સ સરકારે લગભગ બે મહિનાના લોકોડાઉન પછી તમામ પ્રતિબંધ ધીરે-ધીરે હટાવવાનું શરૂ કર્યું હતું. સ્થિતિ એક હદ સુધી કાબુમાં આવવા લાગી હતી. જોકે સમસ્યા ફરી વધવા લાગી છે. અહીં સતત બીજા દિવસે મરનારાઓનો આંકડો વધ્યો. સોમવારે અહીં કુલ 458 લોકોના સંક્રમણના કારણે મોત થયા છે. તેના એક દિવસ પહેલા એટલે કે સોમવારે પણ લગભગ એટલા જ લોકોના મોત થયા હતા.

*ટોપ-10 દેશ, જ્યાં અત્યાર સુધી સૌથી વધુ લોકો સંક્રમિત થયા​​​​​​​

દેશ

સંક્રમિતમૃત્યુસાજા થયા
અમેરિકા27,700,629476,40517,512,584
ભારત10,847,790155,19510,546,905
બ્રાઝીલ9,550,301232,2488,447,645
રશિયા3,983,19777,0683,472,091
UK3,959,784112,7981,950,886
ફ્રાન્સ3,341,36579,423233,993
સ્પેન2,989,08562,295N/A
ઈટલી2,644,70791,5802,133,523
તુર્કી2,539,55926,9002,449,273
જર્મની2,293,04262,2152,041,300

Download Our B K News Today App



Related News