રશિયાએ ફરી કીવ પર કર્યો ભયાનક ડ્રોન હૂમલો, બિલ્ડિંગોમાં આગ લાગતાં થયું મોટું નુક્સાન

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-17 19:12:34
  • Views : 217
  • Modified Date : 2022-10-17 19:12:34

    છેલ્લાં કેટલાય મહિનાઓથી રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધે કેટલાય લોકોની જાન છિનવી છે છતાં પણ આ યુદ્ધ શાંત થવાનું નામ લેતું નથી ત્યારે સોમવારે ફરી એકવાર રશિયાએ ભયાનક હવાઇ હૂમલો યૂક્રેનની રાજધાની કીવ પર કરેલ છે. આ હૂમલો લગભગ 6.35 એ કરવામાં આવેલ હતો અને આ વિસ્ફોટથી પહેલાં જ કીવમાં હવાઇ હૂમલાંનાં સાયરન વાગવા માંડ્યા હતાં. આ હૂમલા પર રાષ્ટ્રપતિનાં ચીફ ઑફ સ્ટાફ એન્ડ્રી યરમકએ સોશિયલ મીડિયા પર કહ્યું કે, ' રશિયનોને લાગે છે કે આ કરવાથી તેમને મદદ મળશે પણ આ તો તેમની હતાશાને દર્શાવે છે.' વધુમાં તેમણે કહ્યું કે 'આપણને વહેલામાં વહેલી તકે વધુ વાયુ સુરક્ષા પ્રણાલિયોની આવશ્યકતા છે.'ડ્રોન હૂમલામાં લાગી ભિષણ આગ કીવનાં મેયર વિટાલી ક્લિટસ્કોએ કહ્યું કે ડ્રોન હૂમલાામાં કેન્દ્રીય શેવચેનકિવ્સ્કી જિલ્લામાં આગ લાગી ગઇ અને કેટલીય ઇમારતોને મોટું નુક્સાન પહોંચ્યું છે. ત્યાનાં નિવાસીઓને શરણાગતી લેવાનું સૂચન આપવામાં આવ્યું હતું. તેમણે ટેલિગ્રામ પર લખ્યું કે , ' અગ્નિશમન વિભાગ કામ કરી રહ્યું છે અને સ્વાસ્થ્ય વિભાગની ટીમો પણ કાર્યરત છે.'રાષ્ટ્રપતિ વ્લોડિમિર જેલેંસ્કીએ ગયાં અઠવાડિયે કહ્યું હતું કે રશિયાએ કેટલાય નવા શહેરોમાં ઊર્જાનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરોનો નાશ કરવાં માટે ઇરાની ડ્રોનનો ઉપયોગ કરેલ હતો. જો કે તેહરાને યુદ્ધ માટે રશિયાને હથિયારો આપવાં માટે ઇનકાર કરેલો હતો.રશિયાએ કીવ પર આ પહેલાં 10 ઑક્ટોબરનાં રોજ પણ ભયાનક બોમ્બ ફેંક્યા હતાં. જેમાં આશરે 19 લોકોની મોત અને 105 જેટલાં ઘાયલ થયાં હતાં. મૉસ્કોએ 11 ઑક્ટોબરમાં વધુ એક હૂમલો કર્યો.  આ હૂમલા પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પ્રતિક્રિયા આપતાં કહ્યું કે ક્રીમિયા પુલ બ્લાસ્ટનાં જવાબમાં આ હૂમલાઓ કરવામાં આવ્યાં છે.

Download Our B K News Today App



Related News