Rule Change: ક્રેડિટ કાર્ડથી આધાર કાર્ડ સુધી.. 1 જૂનથી લાગુ થશે 5 ફેરફાર, ખિસ્સાં પર થશે અસર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-30 14:57:41
  • Views : 52
  • Modified Date : 2025-05-30 14:57:41

Rule Change From 1st June-2025 : આજથી બે દિવસ બાદ શરૂ થનારા જૂન-2025માં અનેક મોટા ફેરફારો થવાના છે, જેની અસર તમામ ઘરો અને તમામ ખિસ્સાઓ પર પડવાની છે. દર મહિનાની જેમ જૂનમાં પણ ઘરની રસોઈમાં ઉપયોગ થતા LPG સિલિન્ડરની કિંમત (LPG Cylinder Price)માં ફેરફાર થવાનો છે. આ ઉપરાંત ક્રેડિટ કાર્ડના નિયમો (Credit Card Rule) પણ બદલાવાના છે. જો આજે આપણે જાણીશું કે, જૂન મહિનામાં કયા પાંચ મોટા ફેરફાર થવાના છે?
1... LPG સિલન્ડરની કિંમત
દર મહિને એલપીજી સિલિન્ડરની કિંમતો અંગે નિર્ણય લેવામાં આવે છે, ત્યારે દેશભરના મોટાભાગના લોકોની નજર જૂન મહિનામાં તેની કિંમતો પર હશે. જૂન મહિનામાં પણ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે. આ પહેલા મે મહિનામાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 14 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત યથાવત્ રાખી હતી, જ્યારે કોમર્શિયલ માટે વપરાતા 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 17 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
2... CNG, PNG અને ATFની કિંમત
પહેલી જૂનથી જે બીજો ફેરફાર થવાનો છે, જેમાં CNG, PNG અને ATFની કિંમતનો સમાવેશ થાય છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમતોની સાથે એર ટર્બાઈન ફ્યૂલની કિંમતો (ATF Price) વધારવા કે ઘટાડવા અંગે પણ નિર્ણય કરે છે. મે મહિનામાં તેની કિંમતમાં ઘટાડો કરાયો હતો, ત્યારે જૂનમાં પણ કિંમતોમાં ફેરફાર જોવા મળી શકે છે. આ ઉપરાંત સીએનજી-પીએનજીની નવી કિંમતો પણ જાહેર કરવામાં આવી શકે છે.
3... ક્રેડિટ કાર્ડના નિયમ
પહેલી જૂનથી એલપીજી, સીએનજી, પીએનજી અને એટીએફની સાથે ક્રેડિટ કાર્ડ સંબંધી નિયમોમાં પણ ફેરફાર થવાના છે, જેની અસર ક્રેડિટ કાર્ડ ધરાવતા યુઝર્સ પર પડશે. જો તમે કોટક મહિન્દ્રા બેંક ક્રેડિટ કાર્ડ (Kotak Mahindra Bank Credit Card)નો ઉપયોગ કરો છો, તો તમને પહેલી જૂનથી મોટો ઝટકો લાગી શકે છે. આમાં સૌથી મોટો ફેરફાર ઓટો ડેબિટ ટ્રાન્ઝેક્શન સાથે સંબંધિત છે. જો ઓટો ડેબિટ ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જશે, તો બેંક તેના પર બે ટકાનો બાઉન્સ ચાર્જ લાગુ કરી શકે છે. આ ચાર્જ ઓછામાં ઓછો 450 રૂપિયા અને વધુમાં વધુ 5000 રૂપિયા હોઈ શકે છે. બેંકની વેબસાઈટ અનુસાર, પહેલી તારીખથી બેંકના મોટાભાગના ક્રેડિટ કાર્ડ પર માસિક ફાઈનાન્સ ચાર્જ વધી શકે છે. આ ચાર્જ હાલમાં લાગુ 3.50 ટકા (42% વાર્ષિક)થી વધારીને 3.75 ટકા (45% વાર્ષિક) થઈ શકે છે.
4... EPFO 3.0, કરોડો સભ્યોને થશે લાભ
કેન્દ્ર સરકાર જૂન મહિનાની પહેલી તારીખે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)નું નવું વર્ઝન EPFO 3.0 લોન્ચ કરી શકે છે. થોડા દિવસો પહેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના ફાયદા અને ફેરફાર અંગે માહિતી શેર કરી હતી. ઈપીએફઓનું નવું વર્ઝન લોન્ચ થવાથી દેશના 9 કરોડથી વધુ સભ્યોને એટીએમમાંથી પીએફના પૈસા કાઢવાની (ATM PF Withdrawal) સુવિધા મળી શકે છે.
5... દેશના તમામ નાગરિકોને લાગુ પડતી ‘આધારકાર્ડ અપડેટ સુવિધા’
જૂન મહિનામાં એટલે કે 14 જૂન બાદ દેશના તમામ નાગરિકોને લાગુ પડતી આધાર કાર્ડ સંબંધીત સુવિધામાં પણ ફેરફાર થવાનો છે. વાસ્તવમાં UIDAIએ આધાર યુઝર્સને આધાર કાર્ડ અપડેટ (Aadhaar Free Update) કરવા માટેની મફત સુવિધા આપી છે, જોકે આ સુવિધા 14 તારીખથી બંધ થઈ જશે અને આધાર અપડેટ કરાવવા માટે ફી ચુકવવી પડશે. એટલે કે 15 તારીખથી આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે 50 રૂપિયા સુધીની ફી ચુકવવી પડશે.

Download Our B K News Today App



Related News