દેશમાં ફરી કોરોનાના કેસમાં વધારો : છેલ્લા 24 કલાકમાં 684 નવા કેસ, 4 દર્દીનાં મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-06-01 10:53:45
  • Views : 78
  • Modified Date : 2025-06-01 10:53:45

- લોકોએ ગભરાવાની નહીં પણ સાવચેતી રાખવી જરૂરી

- સૌથી વધુ કેરળમાં 1336 કેસ, મહારાષ્ટ્રમાં 467 અને ગુજરાતના 265 સહિત કોરોનાના કુલ કેસ 3395, કુલ મોત 22થી વધુ 

દેશભરમાં કોરોનાના કેસમાં ફરી સતત વધારો જોવા મળી રહ્યો છે, જેણે સરકાર અને નાગરિકોની ચિંતા વધારી દીધી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 684 કેસ સામે આવ્યા છે તથા ચાર લોકોનાં મોત થયા છે. આ સાથે કુલ કેસ 3395 થયા છે જ્યારે કોરોનાથી કુલ 22થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ કેરળમાં નોંધાયા છે, જ્યાં 24 કલાકમાં નવા 189 કેસ સાથે કુલ 1336 કેસ નોંધાયા છે. સરકારે કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી, માત્ર લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે 31 મેના રોજ કોરોનાના આંકડા જાહેર કર્યા હતા, જે મુજબ કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા વધીને 3395 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં જ 685 નવા કેસ સામે આવ્યા છે જ્યારે કોરોનાથી ચાર લોકોનાં મોત નીપજ્યાં છે, જેમાં છત્તીસગઢ, કર્ણાટક, કેરળ અને ઉત્તર પ્રદેશમાં એક-એક દર્દીનાં મોત થયા છે. બીજીબાજુ કોરોનાના 1435 દર્દીએ સાજા થઈ જતા હોસ્પિટલમાંથી રજા લીધી છે. 

Download Our B K News Today App



Related News