પરાજય બાદ પણ ઉદ્ધવ ઠાકરેએ કેવી રીતે બચાવી શાખ?

  • Published By : Yogesh
  • Published Date : 2026-01-17 13:52:28
  • Views : 59
  • Modified Date : 2026-01-17 13:52:28

મુંબઈ મહાનગરપાલિકા (BMC)ના પરિણામોએ મુંબઈના રાજકારણમાં મોટા ફેરફારો લાવ્યા છે. દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભાજપે 1997થી ચાલતા ઠાકરે પરિવારના ગઢને તોડી પાડ્યો છે. મહાયુતિ ગઠબંધને 227 બેઠકો સાથે બહુમતી મેળવી છે અને ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યું છે. જોકે, પુણે કે નાગપુર જેવું સ્પષ્ટ બહુમત ન મળતા ભાજપે સત્તા માટે એકનાથ શિંદે સાથે મળીને ચાલવું પડશે.

રસપ્રદ વાત એ છે કે, ભલે મહાયુતિ જીતી હોય, પરંતુ મુંબઈમાં બેઠકોની સંખ્યામાં ઉદ્ધવ ઠાકરે (UBT)એ એકનાથ શિંદેને પાછળ છોડી દીધા છે. ભલે અન્ય ગઢમાં શિંદે મજબૂત રહ્યા હોય, પણ મુંબઈના 'મરાઠી માણૂસ'ના દિલમાં ઉદ્ધવ ઠાકરેએ પોતાનું સ્થાન અને રાજકીય શાખ જાળવી રાખી છે.

દેવેન્દ્ર ફડણવીસ કેવી રીતે બન્યા મુંબઈના રાજકારણના 'કિંગ'?

દેવેન્દ્ર ફડણવીસે મુંબઈના રાજકીય માંધાતાઓને તેમના જ મેદાનમાં પછડાટ આપી છે. ભાજપની આ જીત પાછળ વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Infrastructure)નો મોટો હાથ છે. ફડણવીસે 'ઈન્ફ્રા મેન' તરીકે પોતાની છબી મજબૂત કરી અને મુંબઈના રસ્તાઓ, મેટ્રો તેમજ કોસ્ટલ રોડના કામોને મતદારો સમક્ષ સફળતાપૂર્વક રજૂ કર્યા. ભાજપે ખૂબ જ ચતુરાઈથી ભાષાકીય વિવાદો ટાળ્યા અને પીએમ મોદીને પણ પ્રચારથી દૂર રાખ્યા, જેથી મરાઠી-ગુજરાતી મતોનું ધ્રુવીકરણ ન થાય. આ સચોટ વ્યૂહરચનાને કારણે જ ભાજપે 29માંથી 25 નગર નિગમોમાં જીત મેળવી ફડણવીસનું કદ સૌથી ઊંચું કરી દીધું છે.

ભાજપે મુંબઈમાં ત્રણ સ્તરે સંતુલન જાળવ્યું

હિન્દી ભાષાના વિવાદ પર ડેમેજ કંટ્રોલ: મરાઠી મતોના ધ્રુવીકરણને રોકવા માટે ભાજપે પ્રાથમિક શાળાઓમાં હિન્દી થોપવા જેવા વિવાદોને કુશળતાપૂર્વક હેન્ડલ કર્યા અને લોકોની ચિંતાઓને દૂર કરી.

એકનાથ શિંદે પ્રત્યે નરમ વલણ: અન્ય શહેરોમાં ભાજપ અને શિંદે વચ્ચે સીટ શેરિંગમાં ખેંચતાણ રહી, પરંતુ મુંબઈમાં ભાજપે શિંદેને સાથે રાખવાની રણનીતિ અપનાવી. કારણ કે શિવસેનાનું નામ અને પ્રતીક(ધનુષ-બાણ) બ્રાન્ડ ફેક્ટર તરીકે મહત્ત્વના હતા.

પીએમ મોદી ફેક્ટર પર નિયંત્રણ: ભાજપે વડાપ્રધાન મોદીને મુંબઈના ચૂંટણી પ્રચારમાં ઉતારવાનું ટાળ્યું. જો પીએમ મોદી સીધા આ જંગમાં આવ્યા હોત, તો મરાઠી-ગુજરાતી વિભાજન અને લઘુમતી મતોના એકત્રીકરણની શક્યતા વધી ગઈ હોત.

 


Download Our B K News Today App



Related News