શું એક અફવાને કારણે બેંગ્લુરુમાં થઈ નાસભાગ? 11 લોકોના મોતના 4 કારણો સામે આવ્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-06-05 11:57:00
  • Views : 76
  • Modified Date : 2025-06-05 11:57:00

18 વર્ષમાં પહેલી વાર RCB IPL ટ્રોફી જીતી તેની ઉજવણી કરવા માટે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જવા માટે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભીડ ખૂબ જ મોટી હતી અને તેમનો ઉત્સાહ તેનાથી પણ વધુ હતો. ન તો ભીડ કાબુમાં હતી, ન તો તેમનો જુસ્સો અને ગાંડપણ. ત્યાં હાજર લોકોનું કહેવું છે કે સ્ટેડિયમના ગેટ નંબર 7 પર અફવા ફેલાઈ હતી કે ત્યાં ફ્રી પાસ આપવામાં આવી રહ્યા છે. જેના કારણે એટલી અરાજકતા ફેલાઈ ગઈ કે 11 લોકો કચડાઈને મૃત્યુ પામ્યા અને ઘણા લોકો ઘાયલ થયા તેમા પણ અનેકની હાલત ગંભીર છે. 

અફવાના કારણે સર્જાઈ અવ્યવસ્થા 

ત્યાં હાજર લોકોના મતે, આ અફવાને કારણે ગણતરીની મિનિટોમાં, મુખ્ય ગેટ પર એટલી ભીડ એકઠી થઈ ગઈ કે જેના કારણે અવ્યવસ્થા સર્જાઈ. RCBની IPLમાં પ્રથમ જીતની ઉજવણી કરવા માટે હજારોની સંખ્યામાં ચાહકો ત્યાં પહોંચી ગયા હતા. પરંતુ લોકો ફ્રી પાસ માટે પાગલોની જેમ એકબીજા પર તૂટી પડ્યા, અને ત્યાંની વ્યવસ્થા અવ્યવસ્થામાં બદલાઈ ગઈ.

 

Download Our B K News Today App



Related News