દુખદ / વિજય રુપાણી પહેલા આ તારીખે લંડન જવાના હતા, આ કારણે બે વાર ટિકિટ કરાવી કેન્સલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-06-13 13:05:57
  • Views : 167
  • Modified Date : 2025-06-13 13:06:33

અમદવાદ માટે ગઈકાલે ગોઝારો ગુરુવાર સાબિત થયો હતો. અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના બની હતી. જેના પડઘા દેશ અને દુનિયામાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં 250થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું પણ નિધન થયું છે. જો કે વિજય રુપાણી આ દુર્ઘટનામાં બચી શક્યા હોત.


અંજલી રુપાણી અગાઉ લંડન પહોંચી ગયા હતા

હવે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વિજય રુપાણીના પત્ની અંજલી રુપાણી અગાઉ મે મહિનાની 19મી તારીખે લંડન પહોંચી ગયા હતા. જો કે વિજયભાઈ પાછળથી જવાના હોય તેમણે 5મી જૂનની ટિકિટ બુકિંગ કરાવી હતી. વિજયભાઈની સાથે નીતિન ભારદ્વાજ અને ધનસુખ ભંડેરીએ પણ આ જ તારીખની ટિકિટ બુકિંગ કરાવી હતી.

વિજય રુપાણી લંડન જઈ શક્યા નહીં

જો કે વિજય રુપાણી 5મી તારીખે લંડન જઈ શક્યા નહીં અને ભંડેરી જ લંડન ગયા હતા. આ પછી વિજય રુપાણી અને નીતિન ભારદ્વાજે 10મી તારીખે ટિકિટ બુક કરાવી હતી. જો કે કુદરતને કંઈક અલગ જ મંજૂર હોય તેમ ફરી વિજય રૂપાણીએ 10મી તારીખની પોતાની ટિકિટ કેન્સલ કરાવી હતી અને નીતિન ભારદ્વાજને લંડન મોકલી દીધા હતા.

બે-બે વખત ટિકિટ કેન્સલ કરાવી

વિજય રુપાણીએ બે-બે વખત ટિકિટ કેમ કરાવી તે અંગે પણ મોટો ખુલાસો થયો હતો. જેમાં પંજાબ અને ગુજરાતમાં પેટા ચૂંટણી હોવાથી વિજય રુપાણીએ ટિકિટ કેન્સલ કરવી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કડી અને વિસાવદરની પેટા ચૂંટણી યોજાવાની છે તેમજ ગ્રામ પંચાયતની ચૂંટણી પણ નજીક છે. ત્યારે પક્ષના હિત માટે વિજય રુપાણીએ પોતાનો લંડન પ્રવાસ રદ કર્યો હતો.

અમદાવાદમાં બની ગોઝારી દુર્ઘટના

નોંધનીય છે કે, વિજય રુપાણીએ મુખ્યમંત્રી તરીકે સૌરાષ્ટ્રમાં અનેક વિકાસના કાર્ય કર્યા છે. ખાસ કરીને રાજકોટના વિકાસમાં તેમનો સિંહફાળો રહ્યો છે. ત્યારે તેમના કાર્યને ગુજરાત હંમેશા યાદ કરશે. અમદાવાદમાં 12 જૂન ગુરુવારના રોજ બપોરે 1.38 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેક ઓફના બે મિનિટ એટલે કે 1.40 વાગ્યે મેઘાણીનગરમાં IGP કમ્પાઉન્ડ પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતા પ્લેન ક્રેશ થઈ ગયું હતું.

Download Our B K News Today App



Related News