સરકારે 1.25 લાખ કરોડનું કાળુ નાણું જપ્ત કર્યુઃ કેન્દ્રિય મંત્રી અશ્વિનિ વૈષ્ણવ

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-13 18:02:08
  • Views : 142
  • Modified Date : 2022-12-13 18:02:08

કેન્દ્રિય મંત્રી અશ્વિનિ વૈષ્ણવે સોમવારે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં કુલ 1.25 લાખ કરોડનું કાળુ નાણું જપ્ત કર્યું હતુ અ રૂ. 4600 કરોડ રૂપિયાની આવકથી વધુ સંપત્તિને જપ્ત કરી હતી. ગરીબોના કલ્યાણ માટે અનામત રખાયેલા 1 રૂપિયામાંથી ગરીબો સુધી ફક્ત 15 પૈસા જ પહોંચે છે એવા ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના નિવેદનને ટાંકીને વૈષ્ણવે કહ્યું હતું કે આજે 100 ટકા રકમ ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી ગરીબ લાભાર્થીઓ સુધી પહોંચે છે.

કેન્દ્રિય મંત્રીએ કહ્યું હતું કે કેન્દ્રની ભાજપ સરકારે અત્યાર સુધીમાં કુલ રૂ. 26 લાખ કરોડ સીધા ગરીબ લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા, તદઉપરાંત સરકારે રૂ. 2.25 લાખ કરોડ જેટલી બચત પણ કરી હતી, હવે તમે કલ્પના કર કે હજુ તો ખુબ મોટા પ્રમાણમાં બચત થવાની છે જેનો સીધો લાભ ગરીબોને થવાનો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસન મોડલનો ઉલ્લેખ કરતાં કેન્દ્રિય મંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાનનું તદ્દન સ્પષ્ટ વીઝન છે કે દેશ શોર્ટકટના રાજકારણ તરફ નહીં પરંતુ સુશાસન તરફ આગળ વધવો જોઇએ, અને આ બાબત સુનિશ્ચિત કરવા વડાપ્રધાને એક ડીજીટલ માળખુ તૈયાર કર્યું છે જેના થકી દેશના પ્રત્યેક નાગરિકને સુશાસનનો લાભ મળી શકે.

વડાપ્રધાનના સુશાશન વિશે વધુ વાત કરતાં વૈષ્ણવે કહ્યું હતું કે સુશાસનના બે પાસાં છે, જે પાકી પહેલું પાસું છે ડીજીટલ પાસું. આ પાસાંનો ઉપયોગ કરીને દેશના 45 કરોડ લોકોના બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા અને આ પાસાંની મદદથી જ 135 કરોડ લોકોના આધાર કા4ડ તૈયાર કરાયા. જ્યારે આ બંને પાસાંનો સમન્વય પૂરેપૂરો થઇ જશે ત્યારે લોકોને તેઓના બેંક ખાતામાં જ સીધો લાભ મળતો થઇ જશે.

રસીકરણ અંગે કેન્દ્રિય મંત્રીએ કહ્યું હતું કે હજુ પણ વિશ્વના કેટલાંક દેશો રસીકરણ માટે ઝઝૂમી રહ્યા છે ત્યારે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતે કોવિન નામના ડીજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને દેશના 135 કરોડજ લોકોને સફળતાપૂર્વક રસી આપવાનું કાર્ય પૂર્ણ કર્યું હતું.

Download Our B K News Today App



Related News