અમેરિકામાં 24 કલાકમાં રેકોર્ડ 2.99 લાખ કેસ નોંધાયા , ચીનમાં ઓટો પાર્ટ્સના પેકેજિંગ પર વાઇરસ મળી આવ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-04 15:01:37
  • Views : 389
  • Modified Date : 2021-01-04 15:01:37

    દુનિયામાં અનેક દેશોમાં વેક્સિનેશનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, પરંતુ હજી પણ કોરોનના કેસમાં ઘટાડો થઈ રહ્યો નથી. અમેરીકામાં છેલ્લા 24 કલાકમાં 2.99 લાખ કેસ સામે આવ્યા છે. જ્યારથી કોરોનાની શરૂઆત થઈ, ત્યારથી અમેરીકામાં નવા કેસ સામે આવવાનો આ સૌથી મોટો આંક છે.આ તરફ, કોરોનાથી જોડાયેલી ચિંતા વધારનારા સમાચાર ચીનથી આવ્યા છે. ચીનમાં ઓટો પાર્ટ્સમાં પેકેજિંગના સેમ્પલ પર કોરોનાનો વાઇરસ મળી આવ્યાની પુષ્ટિ થઈ છે. એક કંપનીમાં કામદાર પોઝિટિવ આવ્યા બાદ ઘણા શહેરોમાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં કેટલાક સ્ટોરમાં સામાન પર પણ વાઇરસ મળ્યાની પુષ્ટિ થઈ છે.દુનિયામાં અત્યાર સુધીમાં કોરોનાના 8 કરોડ 54 લાખ 98 હજાર 595 કેસ નોંધાયા છે. કુલ 18 લાખ 50 હજાર 605 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે, 6 કરોડ4 લાખ 51 હજાર 984 લોકો સાજા થયા છે. દરમિયાન, બ્રિટનમાં લેબર પાર્ટીના નેતા કીર સ્ટાર્મરેએ વડાપ્રધાન બોરિસ જ્હોનસનને વધુ કડક પ્રતિબંધો લગાવવાની અપીલ કરી છે.

    કોવિડ-19 પ્રિવેન્શન એન્ડ કંટ્રોલના સિટી હેડક્વાર્ટરને કહેવામાં આવ્યું છે કે ઇનર મોંગોલિયાની રાજધાની હોહોટના એક સ્ટોરમાં ઓટો પાર્ટ્સના પેકેજીંગના પાંચ નમૂનાઓ પર વાયરસની પુષ્ટિ થઈ છે. રવિવારે સેન્ટર તરફથી જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કંપનીના ઓટો પાર્ટસની ત્રણ બેચ છે. આમાંથી એકને ત્રણ સ્ટોર પર વિતરણ કરાયું હતું. અહીં એક પર વાયરસ મળી આવ્યો છે. ત્રણેય સ્ટોર બંધ કરી દેવાયા છે.અધિકારીઓનાં જણાવ્યા મુજબ, પેકેજિંગના લેવામાં આવેલ વધુ ત્રણ પોઝિટિવ સેમ્પલ હેબેઇ રાજ્યના કંગઝું, શેડોંગના યાનતાઈ અને લીંચી શહેરમાં મળી આવ્યા છે. બેઇઝિંગની ઓટો પાર્ટ્સ વેચનારી કંપનીમાં એક કર્મચારી પોઝિટિવ મળી આવ્યા બાદ અનેક શહેરોનો સમાન અને કર્મચારીના ન્યૂકિલ્ક એસિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

દેશ

કેસ

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

21,113,528

360,078

12,436,958

ભારત

10,341,291

149,686

9,946,131

બ્રાઝિલ

7,733,746

196,018

6,813,008

રશિયા

3,236,787

58,506

2,618,882

ફ્રાન્સ

2,655,728

65,037

195,174

યૂકે

2,654,779

75,024

ઉપલબ્ધ નહીં

તુર્કી

2,241,912

21,488

2,136,534

ઈટલી

2,155,446

75,332

1,503,900

સ્પેન

1,936,718

50,837

ઉપલબ્ધ નહીં

જર્મની

1,781,053

35,105

1,381,900

(આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે.)

Download Our B K News Today App



Related News