પપ્પુ’ સંબોધન અંગે રાહુલનો જવાબઃ આ લોકો મારી દાદીને પણ ‘ગુંગી ગુડિયા’ કહેતા હતા

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-29 17:10:23
  • Views : 448
  • Modified Date : 2022-12-29 17:10:23

ભારતના રાજકારણમાં વિરોધ પક્ષોને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને પપ્પુ કહેતા તમે ઘણી વખત સાંભળ્યા હશે. રાહુલ ગાંધીએ એક ઈન્ટરવ્યુમાં આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે મને પપ્પુ કહે છે તેનો કોઈ વાંધો નથી. આ વિરોધીઓનો એક પ્રચારનો મુદ્દો છે. વિરોધીઓમાં એક ડર ઘુસી ગયો છે. મને આ નામોથી કોઈ ફરક પડતો નથી. હું તો ઈચ્છુ છે કે તેઓ મારા વધુ નામ પાડે.

ઈન્દિરા ગાંધી વિશે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે પહેલા લોકો મારા દાદીને ગુંગી ગુડિયા કહેતા હતા આજે તેઓ આયર્ન લેડીના નામથી ઓળખાય છે. આ જ લોકો જે મારા પર ચોવીસ કલાક હુમલા કરતા હોય છે, મારી દાદીને ગુંગી ગુડિયા કહેતા હતા અચાનક તે જ ગુંગી ગુડિયા આયર્ન લેડી બની ગઈ.

ઈન્ટરવ્યુમાં રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે તેમને લોકો પપ્પુ કહે છે તેનો કોઈ ફરક પડતો નથી. તમે મને ગમે તે બોલાવી શકો છો. મને તેને દિલમા લેવાની કોઈ જરુરત નથી. ઈન્દિરા ગાંધીના ગુણો તમે તમારા જીવનમાં ઉતારશો તે અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે આ ખૂબ જ સારો સવાલ છે. હું જણાવા માંગીશ કે મારી માતા અને દાદીના ગુણોનું મિશ્રણ સારુ છે.

ભારત જોડો યાત્રા હાલ સાત દિવસના વિરામ પર છે. 3 જાન્યુઆરીથી દિલ્હીથી તે ફરીથી શરૂ થશે

Download Our B K News Today App



Related News