રાહુલ ગાંધી, મનધડત આરોપો નહિં, નક્કર પુરાવા આપો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-02-08 15:52:03
  • Views : 463
  • Modified Date : 2023-02-08 15:52:03

ભારત જોડો યાત્રા પૂરી કર્યાં આવ્યાં બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા જેનો શાસક પક્ષે મોટો વાંધો ઉઠાવીને હોબાળો મચાવ્યો હતો. રાહુલના આરોપનો જવાબ આપવા માટે કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રજ્જુ સામે આવ્યા હતા અને કહ્યું હતું કે, રાહુલ ગાંધીના લોકસભાના આરોપોને શાસક પક્ષ ભાજપ અને સરકારે ગંભીરતાથી લઈને તેની સામે વળતો પ્રહાર કર્યો હતો. સરકાર વતી કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજીજુએ પલટવાર કર્યો હતો. રિજીજુએ કહ્યું કે રાહુલ ગાંધીએ મનઘડંત આરોપ ન આપવા જોઈએ તેને બદલે તેમણે નક્કર પુરાવા આપવા જોઈએ. તેમણે કહ્યું કે રાહુલે દેશનું અપમાન કર્યું છે અને તેથી માફી માગવી જોઈએ. 

બીજી તરફ ભાજપે પણ રાહુલ ગાંધીના લોકસભાના ભાષણ પર પલટવાર કરીને તેમની પાસે માફીની માગ કરી હતી.  રાહુલ ગાંધીએ લોકસભામાં સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા. ખુદ સ્પીકર ઓમ બીરલાએ પણ રાહુલને ટોક્યા હતા.

લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે શરૂઆતમાં, મેં વિચાર્યું હતું કે આ પ્રવાસ ખૂબ જ મુશ્કેલ હશે, પરંતુ તેમાંથી ઘણું શીખવા મળ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આજના રાજકારણમાં પરંપરાઓને ભુલાવી દેવામાં આવી રહી છે. તમે પણ રાજકારણી છો, અમે પણ. આપણે ચાલવાની પરંપરા ભૂલી રહ્યા છીએ. રાહુલે કહ્યું કે આપણે બધા જનતાના સેવક છીએ.

રાહુલ ગાંધીએ કહ્યું કે મુલાકાત દરમિયાન તેમને જનતા સાથે વાત કરવાની, તેમની સમસ્યાઓ સાંભળવાની તક મળી. અત્યારે તમે અગ્નિવીર યોજનાની પ્રશંસા કરી છે, પરંતુ સેનામાં ભરતી માટે સવારે 4 વાગ્યે રસ્તા પર દોડતા બેરોજગાર યુવાનો આ વાત સાથે સહમત નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે લોકો કહે છે કે અજીત ડોભાલે સેના પર અગ્નિવીર યોજના લગાવી છે. સમાજમાં એટલી બધી બેરોજગારી છે, અગ્નિવીર પછી સમાજમાં હિંસા વધશે. 

 

Download Our B K News Today App



Related News