બીજે મેડિકલ કોલેજના રેગિંગ કેસમાં કાર્યવાહી

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-30 15:46:05
  • Views : 459
  • Modified Date : 2022-12-30 15:46:05

રેગિંગ કરનાર વિદ્યાર્થીઓ સામે કમિટીએ કડક પગલા લીધા છે. રેગિંગ કરનાર ડૉ. ધવલ અને ડૉ. જયેશને ત્રણ સેમેસ્ટર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો ડૉ. હર્ષને બે સેમેસ્ટર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

અમદાવાદના બી.જે. મેડિકલ કોલેજના રેગિંગ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રેગિંગ કરનાર વિદ્યાર્થીઓ સામે કમિટીએ કડક પગલા લીધા છે. રેગિંગ કરનાર ડૉ. ધવલ અને ડૉ. જયેશને ત્રણ સેમેસ્ટર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો ડૉ. હર્ષને બે સેમેસ્ટર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીના પગલે ત્રણેય વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજમાં પ્રવેશી નહીં શકે. એન્ટી રેગિંગ કમિટીની બેઠકમાં 14 સભ્યોના નિવેદન લેવાયા બાદ આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદમાં બી જે મેડિકલ કોલેજના પોસ્ટ ગ્રેજ્યુએટના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ તેમની સાથે રેગિંગ થઇ હોવાની પોલીસ ફરિયાદ કરી હતી. બી જે મેડિકલ કોલેજના ડીને મીડિયા સમક્ષ તેમને મળેલી ફરિયાદ અંગે જણાવ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે રેસિડેન્ટ ડોક્ટર્સે રેગિંગ થયા અંગેની ફરિયાદ કરી હતી. આરથ્રીના વિદ્યાર્થીઓ દ્વારા માનસિક અને શારીરિક રીતે હેરાન કરતા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. ડીન દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, લેખિતમાં તેમને આ ફરિયાદ મળી હતી. જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યુ હતુ કે તેમની પાસે શીટ અપ્સ, પ્લેન્કસ, સ્ક્વોટ્સ કરાવવામાં આવે છે. તેમને લાફા મારવામાં આવે છે, તેમજ બેલ્ટ અને શૂઝથી પણ માર મારવામાં આવતો હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

આ સમગ્ર ઘટનાની તપાસ માટે કોલેજના ડીન દ્વારા એન્ટી રેગિંગ કમિટિને સોંપવામાં આવ્યો હતો. એન્ટી રેગિંગ કમીટિ દ્વારા સામેલ 14 વ્યક્તિના નિવેદન નોંધવામાં આવ્યા છે અને ત્યારબાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે ત્રણ વિદ્યાર્થીઓ સામે આક્ષેપ પુરવાર થયા છે. જેથી તેમના સામે કમીટિ દ્વારા આકરા પગલા ભરવામાં આવ્યા છે. રેગિંગ કરનાર ડૉ. ધવલ અને ડૉ. જયેશને ત્રણ સેમેસ્ટર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો ડૉ. હર્ષને બે ટર્મ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

Download Our B K News Today App



Related News