મહારાણી એલિઝાબેથના પતિ પ્રિન્સ ફિલિપનું 99 વર્ષની ઉંમરે અવસાન, માર્ચ મહિનામાં હાર્ટ સર્જરી થઈ હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-09 17:30:15
  • Views : 428
  • Modified Date : 2021-04-09 17:30:15

    મહારાણી એલિઝાબેથ દ્વિતીયના પતિ અને બ્રિટન શાહી પરિવારમાં લાંબા સમય સુધી સેવા આપનાર પ્રિંસ ફિલિપનું 99 વર્ષની વયે અવસાન થયું છે.ફિલિપ મહારાણીને 65 વર્ષ સુધી મદદરૂપ રહ્યા હતા એટલે કે 65 વર્ષ સુધી પોતાની સેવા આપતા રહ્યા હતા, તેઓ વર્ષ 2017માં જાહેર જીવનમાંથી નિવૃત થયા હતા અને ત્યારબાદ મોટાભાગ જાહેરમાં ઓછા જોવા મળતા હતા. માર્ચ મહિનામાં તેમની હાર્ટ સર્જરી થઈ હતી.બકિંગહામ પેલેસના અધિકારીઓએ આજે જણાવ્યું હતું કે મહારાણી એલિઝાબેથ-દ્વિતીયના પતિ પ્રિન્સ ફિલિપનું અવસાન થયું છે. ફિલિપ આ વર્ષની શરૂઆત થઈ ત્યારથી એક મહિના સુધી હોસ્પિટલમાં હતા અને 16 માર્ચના રોજ વિન્ડસોર કેસ્ટલ પરત ફર્યા હતા.

    ડ્યુક ઓફ એડિનબર્ગ તરીકે ઓળખ ધરાવતા ફિલિપ અને એલિઝાબેથ એલિઝાબેથ-દ્વિતીયના વર્ષ 1947માં લગ્ન થયા હતા અને બ્રિટનના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપી હતી. ફિલિપ ગ્રીક રોયલ ફેમિલિના સભ્ય હતા અને તેમનો વર્ષ 1921માં કોર્ફુના ગ્રીક આઈસલેન્ડ પર જન્મ થયો હતો. તેમના પરિવારમાં ચાર બાળકો, આઠ પૌત્રો અને નવ પ્રપૌત્રો છે.મહારણી એલિથાબેથ અને પ્રિન્સ ફિલિપના વર્ષ 1947માં લગ્ન થયા હતા. તેઓ પ્રિન્સ પણ શાહી પરિવારમાંથી આવતા હતા.


Download Our B K News Today App



Related News