ઉત્તર ગુજરાતના બટાકાના ખેડૂતોએ સરકાર પાસે મોટી માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-02-22 14:45:30
  • Views : 482
  • Modified Date : 2023-02-22 14:45:30

ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠા જીલ્લામાં આ વખતે સૌથી વધુ બટાકાનું વાવેતર કરવામાં આવ્યુ છે, ત્યારે આ વખતે ખેડુતોને ગત સાલની સરખામણીએ ભાવ મામલે હાલ તો વેપારી ટલ્લે ચડાવી રહ્યા છે પરંતુ આ વખતે ખર્ચ વધુ થતા ખેડુતો ટેકાના બટાકાની ખરીદી થાય તેવી માંગ છે.

સાબરકાંઠા જીલ્લામાં આ વખતે બટાકાનુ ૨૪૬૬૧ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યુ છે. ખાસ કરીને કોન્ટ્રાક્ટ પદ્ધતિ ખેડુતોએ અગાઉ જ નક્કી કરેલા ભાવ પ્રમાણે વાવેતર કરેલ છે.

ગત સાલની વાત કરીએ તો વેપારીઓ 210 રૂપિયા પ્રમાણે ખેડુતોને ભાવ આપ્યા હતા પરંતુ આ વખતે તો ગત સાલની સરખામણીએ પણ ભાવ મળે તેમ નથી. કારણ કે, આ વખતે વેપારીઓ ખેડુતો પાસે ખરીદી તો કરે છે પણ ભાવ હજુ નક્કી કર્યા નથી. જેને લઈને ખેડુતોની હાલત હાલ તો કફોડી બની છે.

વાત કરીએ ગાંધીપુરા કંપાની તો અહિ ૧૨૦૦ વિધામાં માત્ર બટાકાનું જ વાવેતર કરેલ છે અને ખેડુતોની પરિસ્થિતિ હાલ કફોડી છે. ગત સાલની સરખામણીએ આ વખતે ખાતર, બિયારણ, દવાઓ અને મજુરી સહિતના ભાવ બમણા થયા છે.

તો આ વખતે બટાકાના ભાવમાં વધારો થવો જ જોઈએ આમ તો પહેલા વેપારીઓ સામેથી ખેડુતો પાસેથી બટાકા ખરીદતા હતા. આ વખતે તો ખેડુતો પાસે કોઈ બટાકા લેવા પહોચ્યા નથી અને જેને લઈને ખેડુતો અનામત રીતે વેપારીઓની બોલી પ્રમાણે પાક વેચી રહ્યા છે અને આમાં પણ કોઈ ભાવનુ કાંઈ નક્કી જ નથી. એટલે આ વખતે ગત સાલની સરખામણીએ પણ ભાવ મળે તેમ નથી તેવુ હાલ તો ખેડુતો માની રહ્યા છે.

આમ તો દર વર્ષની જેમ ખેડુતો એ હોંશે હોંશે બટાકાનું વાવેતર તો કરી દીધુ પરંતુ હવે ભાવની પરાયણમાં ખેડુતોની હાલત હાલ તો ખરાબ થઈ છે એટલે હવે તો ખેડુતો બટાકાનું વાવેતર પણ બંધ કરવાની વાત કરી રહ્યા છે.

તો આ ઉપરાંત જો સરકાર અન્ય પાકની ખરીદી ટેકાના ભાવે કરે છે તેમ બટાકાની ખરીદી પણ કરે તો ચોક્કસ ખેડુતોને ફાયદો થાય તેમ છે.

Download Our B K News Today App



Related News