લંડનની કોર્ટે વધુ એક વાર નીરવ મોદીને આપ્યો ઝટકો, ચોથી વખત જામીન અરજી ફગાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-13 12:23:14
  • Views : 529
  • Modified Date : 2019-06-13 12:23:14

પંજાબ નેશનલ બેંક ઘોટાળાનો આરોપી અને ભાગેડુ નીરવ મોદીને લંડનની કોર્ટે વધુ એકવાર ઝટકો આપ્યો છે. કોર્ટે નીરવને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. આ ઉપરાંત જજે નીરવને લઈને ટિપ્પળી કરતાં કહ્યું કે, જો નીરવને જામીન આપવામાં આવશે તો પુરાવાઓ સાથે છેડછાડ થઈ શકે છે.જામીન અરજી પર સુનાવણી કરતાં જજે નીરવ મોદીના વકીલને ફટકાર પણ લગાવી. જજે કહ્યું કે, એ વાત પર વિશ્વાસ નથી કરી શકાતો કે, જામીન મળ્યા બાદ કોઈ પુરાવાને નષ્ટ નહીં કરવામાં આવે. સુનાવણી દરમિયાન જજે આકરી ટિપ્પણી કરતાં કહ્યું કે, ભવિષ્યમાં શું થશે, કોણ જાણે છે. જજે કહ્યું કે, અરજીકર્તા પર અનેક દેશોમાં ઘોટાળાના મામલાઓ દાખલ છે, તેવામાં જામીન આપવા યોગ્ય નથી. તમને જણાવી દઈએ કે, કોર્ટે ચોથી વખત નીરવ મોદીની જામીન અરજી ફગાવી દીધી છે.આ પહેલાં લંડનની જ એક કોર્ટે નીરવ મોદીને 26 જૂન સુધી જેલમાં રહેવાનો ફેંસલો સંભળાવ્યો હતો. 48 વર્ષના બિઝનેસમેન નીરવ મોદી ભારતમાં 13000 કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક સ્કેમ મામલે વોન્ટેડ છે.19 માર્ચે હોલબોર્નથી નીરવ મોદીની ધરપકડ કરવામાં આવી હતી. નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી સામે ઈડી અને સીબીઆઈ 13 હજાર કરોડ રૂપિયાના સ્કેમ મામલે તપાસ કરી રહી છે.


Download Our B K News Today App



Related News