રશિયામાં ભડભડ આગ સાથે જ વિમાન લેન્ડિંગ, 41 લોકો બળીને ખાખ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-06 11:18:33
  • Views : 516
  • Modified Date : 2019-05-06 11:18:33

રશિયાની રાજધાની મૉસ્કોમાં રવિવારના રોજ ઇમરજન્સી લેન્ડિંગ દરમ્યાન સુખોઇ સુપરજેટ 100માં પેસેન્જર બેઠેલા હતા તેમાં આગ લાગતા 41 લોકોના મોત થયા છે. મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે. આ ઘટના મૉસ્કો એરપોર્ટ પર થઇ હતી. કેટલાંય પેસેન્જર વિમાનની ઇમરજન્સી સ્લાઇડ્સના માધ્યમથી બહાર નીકળ્યા, જે હાર્ડ લેન્ડિંગ બાદ ફૂલી ગયું હતું.અકસ્માતનો શિકાર બનેલા સુખોઇ પેસેન્જર વિમાને મૉસ્કો એરપોર્ટથી ઉત્તરી રૂસના મરમાંસ્ક શહેર માટે ઉડાન ભરી હતી. તેમાં 73 પેસેન્જર અને 5 ક્રૂ મેમ્બર સવાર હતા. અકસ્માતની તપાસ કરી રહેલ ટીમના પ્રવકતા સ્વેતલાના પેટ્રોન્કે એ કહ્યું કે વિમાનમાં હાલ 78 લોકોમાંથી માત્ર 37 લોકો જીવીત છે એટલે કે 41 લોકોના મોત થયા છે.કહેવાય છે કે ઉડાન ભરતા જ વિમાનમાં ધુમાડા ઉઠવા લાગ્યા છે. તેના પર વિમાનના ચાલક દળે એટીસીને માહિતી આપી દીધી અને વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. લેન્ડિંગ દરમ્યાન આખું વિમાન આગના ગોળામાં ફેરવાઇ ગયું. અકસ્માત એટલો ભયાનક હતો કે વિમાનમાંથી નીકળતા આગના લીધે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

Download Our B K News Today App



Related News